________________
૧૪૭.
અધ્યાત્મયોગ પણ વોસિરાવવો તે સૂક્ષ્મ મનોગુપ્તિ છે. વચનથી મૌન અંતરમાં પણ શબ્દો ન ઊઠે (વચનગુપ્તિ) આમ બધા વિકલ્પોને ગોપવી પૂર્ણ સાથે સંબંધ રાખી આત્મઅનુભવ કરવાનો છે.
આ ત્રણે ગુપ્તિમાં દેહ, કર્તા, ભોક્તાભાવનો વિલય કરી, આત્માની શાંતિ, સમતાનો અનુભવ થાય, પછી સ્વસંવેદ્યપણું અનુભવમાં આવે. દેહભાવ ભૂલવો તે ભેદવિજ્ઞાન છે, દેહભાન ભૂલવું તે ચારિત્ર ઉપયોગ છે. ઉત્થાનદશામાં આંતરિક ક્ષમતા વડે ભેદજ્ઞાન વડે આત્મ અનુભવ કરવાનો છે. ધ્યાનદશામાં મનથી મનને ઉપયોગથી ઉપયોગને જોશો એટલે મન શાંત થતાં નિર્વિકલ્પદશા થશે. વાસ્તવિક નિર્વિકલ્પદશા સર્વ વિરતિ મુનિદશામાં હોય છે.
૦ તીર્થયાત્રા કરીને તે સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ૦ પ્રતિમા પૂજન કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ. ૦ ધ્યાનધારણા કરીને તું સહજાવસ્થામાં ન આવે તો વ્યર્થ.
બહારના સાધનનું તારે ભલે અવલંબન લેવું પડે તો લેજે પણ પરાવલંબી બનવા માટે નહિ. તારે સ્વયં પરમાત્મા બનવાનું છે તે લક્ષ્ય રાખીને સાધના કરજે. દ્રવ્ય, ગુણ, પર્યાયથી આપણી સ્વાધીનતાનું લક્ષ્ય કરો, તે સાધવા માટે સાધના કરો.
ધર્મક્ષેત્રે સાધુજનો કે ગૃહસ્થ મૈત્રી, અહિંસા ભાવના, કે જીવદયા જેવાં કાર્યોને નામે પણ સંઘર્ષ કરી, અશાંતિ કરે છે, તેમને નિશ્ચયનું જ્ઞાન નથી. સાચો આધ્યાત્મિક સાધક પરિવર્તનીય ક્રિયા વગેરેમાં સંઘર્ષ કરે નહિ. મૈત્રી આદિ ભાવનાઓ શુદ્ધ દૃષ્ટિ થવા માટે છે.
કાળાંતરે ક્રિયા-ધર્મ કરવામાં દૈહિક – માનસિક કે સંયોગાધીન શિથિલતા, પરવશતા, પરાધીનતા આવે, પરંતુ આત્મા સ્વયં – ઉપયોગ ભાવરૂપે છે તેમાં પરવશતા, પરિવર્તન ન આવે. અન્ય ભાવમાં લાગણી આવે, નિષ્કામ દૃષ્ટિમાં લાગણી ન આવે. તેમાં માત્ર સાક્ષીભાવ હોય. દૃષ્ટિ સ્વરૂપમય છે. દયા, ક્ષમા પરોપકાર આદિ ક્ષયોપશમ ભાવ છે. નિરપેક્ષ દૃષ્ટિ થવી તે પદાર્થ સાથે અસંગતા છે. કોઈ તન્મય સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org