SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૭૧ ભાથામાંથી છૂટેલાં તીર જેવાં છે. તે પાછા ભાથામાં આવતા નથી. જ્યારે રતિ, અતિ આદિ ભાવો કરવામાં તો આપણે સ્વતંત્ર છીએ. આપણે રતિઅરિત કરીએ છીએ., એટલે તે થાય છે. રોગ કાંઈ આપણે પોતે ઊભાં કરતાં નથી. રોગ તો આવે છે. રોગનું આવવું પૂર્વકૃત કર્મના ઉદયને આધીન છે. તિ-અતિ ભાવો તો આપણે પોતે કરીએ છીએ. આ ભાવો પરતંત્ર રહીને વેદીએ તો આપણું ભાવિ પરતંત્ર નિર્માણ થાય છે. અને એ ભાવોને - વેદતા ધર્મ પુરુષાર્થ આદરીએ તો આપણે આત્માનું અમરત્વ વેદીએ છીએ અને કાળક્રમે મુક્તિને પામીએ છીએ. સત્તા શુદ્ધ અરૂપી તેહરી, નહિ જગ કો વ્યાપાર; કા કહીએ કછુ કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.' દેહમાંથી જીવનું ચાલ્યા જવું એ મૃત્યુ,’ તે વ્યવહારની મૃત્યુ વિષેની વ્યાખ્યા છે. આધ્યાત્મમાં મૃત્યુની વ્યાખ્યા આથી ભિન્ન છે. જરા વારમાં માસો અને જરા વારમાં તોલો. ખીણ માસો ખીણ તોલો થઈએ છીએ તેને આધ્યાત્મમાં મૃત્યુ કહે છે. ક્ષણમાં રાજી ને ક્ષણમાં નારાજી, સવારે આશા ને સાંજે નિરાશા. આશા-નિરાશાના આ જે ઝોલા છે; મનની આ જે ચંચળતા - વિહ્વળતા છે – ભાવોની જે અનિત્યતા છે તેને જ આધ્યાત્મ ક્ષેત્રે મૃત્યુ ગણવામાં આવે છે. - જીવ નિત્યતાથી અમર છે. જીવે સ્થિરતા અને નિત્યતા જાળવવી જોઈએ. વસ્તુઓ અને વ્યક્તિ ગમે તેવી હોય, સંજોગો અને પરિસ્થિતિ પણ ગમે તેવાં હોય, એ બધાં ગમતાં હોય, કે અણગમતાં હોય, પરંતુ એ પાંચેની વચ્ચે, કશા જ સંકલ્પ વિકલ્પ કર્યા વિના રહેવું જોઈએ. જેવાં છે તેવાં રહેવું આ જેવાં છે તેવાં રહેવું' એ જ ધર્મ છે, એ પાંચેયની સાથે સ્થિરભાવે રહી શકીએ તો જીવનમાં નિશ્ચયથી ધર્મ આવ્યો છે એમ કહેવાય. જીવનના તમામ વ્યવહારમાં વસ્તુઓ, સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ અને અન્ય જીવોને વચમાં નથી લાવવાના, તેનાથી જ ઘેરાઈ જવાનું નથી. આ પાંચ ઉપરાંત છઠ્ઠા આપણે સ્વયં પણ છીએ જેને ય યાદ રાખવાનો છે. અને તેને જ ઉપયોગમાં લાવવાનો છે. સાધુ ભગવંત જ્ઞાતાભાવે જીવે છે, સ્વરૂપદ્રષ્ટા બનીને જીવે છે. પાંચેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy