________________
૧. સરતિ ઇતિ સંસાર
સંયોગ-વિયોગ, સુખદુઃખ, સર્જન-વિસર્જન, રાગદ્વેષના દ્વંદ્વનું સ્થાન એટલે સંસાર.
શું સરે છે ? શું પરિવર્તન પામે છે ? સંસારના સઘળા પદાર્થો પરિવર્તન પામ્યા કરે છે. ચેતન પરપરિચયી હોવાથી તે પરિવર્તન સાથે પોતાના ભાવને રમાડ્યા કરે છે. તેમાંથી રાગાદિ ઊભા થાય છે.
શુભમાંથી અશુભમાં, રાગમાંથી દ્વેષમાં.
સુખમાંથી દુ:ખમાં.
એક ભવમાંથી બીજા ભવમાં.
આમ જીવ સંસારમાં સર્યાં કરે છે ભમ્યા કરે છે, એ જ જીવને દુઃખી થવાનું કારણ છે. સંયોગ અને વિયોગના ચક્રાવે ચઢી જીવ દુઃખ પામે છે, એવો સંસાર સરતો રહે તેના કરતાં જીવને સંસારથી જ સર્યું. અર્થાત્ સંસારથી જ મુક્તિ કરવાની છે.
સંસારમાં પુણ્યઉદય તે શક્તિ છે. સ્વરૂપ નથી. માટે પુણ્યના ઉદયનો સદ્ઉપયોગ કરવો. પરહિતની ભાવના કરવી તે સમ્યભાવ છે. તે પુણ્યની વૃદ્ધિ કરે છે. કેવળ તેનો ભોગ-ઉપભોગ કરવો એ મિથ્યાભાવ છે. તે પાપ બંધ કરાવે છે. પુણ્યના ઉદયકાળે ભોગાદિમાં સ્વબુદ્ધિ થાય અહં મમત્વ થાય તો પાપ બંધ થાય. પર તત્ત્વને પોતાનું માનવું બનાવવું તે ચોરી છે. પરતત્ત્વ પરને આપી દેવું, અર્થાત્ ભોગવવું નહિ તે અચૌર્ય છે. દાનધર્મ છે. ભોગવવું તે અધર્મ છે. માટે સાધકે સંયમ નિયમ આદરવાના છે.
સંસારી જીવનું નામકર્મની પ્રકૃતિના ઉદયે અરૂપીપણું તિરોહિત થાય છે. આ પ્રકૃતિ આત્માને રૂપી દેખાડે છે. પુદ્દગલદ્રવ્ય અનંતભેદે રૂપી છે. તેથી નામકર્મને કારણે આત્મા અનેકપણે (ગતિ-જાતિ) રૂપીપણું પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org