________________
૧૯
સરતિ ઇતિ સંસાર તરવાનું છે. દેહમમત્વ છૂટે આત્મસુખ નિરાવરણ બને છે.
દેહસુખ ચાલ્યું ન જાય. મને દુઃખ ન પડો તેવા ભયથી જીવ પીડા પામે છે. આત્મસુખ ભોગવનારને આવો ભય નથી. ભલે જીવે આત્મસુખ મેળવવા દેહકષ્ટ સહન કર્યું. તે પછીનું આત્મસુખ દુઃખરહિત છે. દેહસુખ પૂર્વકૃત કર્મથી મળે છે. પરંતુ તે પુણ્યના ઉદયથી ભોગવાતું સુખ, સ્વક્ષેત્રે, કે પરક્ષેત્રે, કોઈના ભોગથી કે પરિશ્રમથી ભોગવાય છે, એટલે તે પાપપ્રદાનવાળું છે, તેના પરિણામે જીવને દુઃખ ભોગવવું પડે છે. પુણ્યથી મળતી ભોગસામગ્રી પાછળ અન્ય જીવોનો ભોગ કે પરિશ્રમ હોય છે. આપણે સુખ ભોગવીએ અને આપણા નિમિત્તે બીજા પીડા પામે તેવું સુખ પુણ્ય આધારિત હોવા છતાં દુઃખને આપનારું છે છતાં અન્યને જે રીતે અપાય તે રીતે વળતર આપો, તો તમારો ઋણભાર હળવો થશે.
ધર્મજાનત આપણી અંતરની ત્યાગવૃત્તિથી, અન્ય જીવને આપણા નિમિત્તે દુઃખ ન પડે તેવા શુભભાવ વડે સંસારમાં રહો તો તે સુખનું કારણ છે. બીજાઓનું જે થવું હોય તે થાય હું સુખેથી જીવું તેવી દુર્ભાવના દુઃખકારક બનશે. આંતરિક સુખેચ્છાનો અંત નથી. દેહાશ્રિત સુખ બાહ્ય અને અંતરથી પરાધીન છે. એટલે સુખ અપૂર્ણ જ રહેવાનું. આત્મસુખ ત્યજીને દેહસુખ ભોગવવું શુદ્ધ ચેતનાની દૃષ્ટિએ અપરાધ છે.
આત્મસુખની ઇચ્છા કેમ થાય છે ? તે સ્વાધીનસુખ છે. તેમાં અજ્ઞાન, જડતા, પીડા, અપરાધ, અન્યને પરિશ્રમ નથી. દેહસુખમાં સ્વક્ષેત્રે અજ્ઞાન જડતા આદિ કારણો છે. પરક્ષેત્રે અન્યનો ભોગ, દુઃખ કે પરિશ્રમ છે. તપ, ત્યાગ અને સંયમ વડે દેહના કષ્ટને સમભાવે ભોગવવાથી આત્મસુખ નિરાવરણ બને છે. યદ્યપિ તપ સંયમાદિ દેહ કષ્ટવાળા છતાં જ્ઞાનીને દેહસુખની ઇચ્છા થતી નથી. અજ્ઞાની દેહદુઃખ ભોગવતા દેહસુખની ઇચ્છા રાખે છે કે દેહદુઃખ ટળે, દેહસુખ મળે. જ્ઞાની કહે છે દેહદુઃખ ભલે આવે, આત્મિક સુખ મળશે. દેહસુખ મળે ત્યારે દેહાતીત દશામાં રહે છે.
દેહસુખ માટે અર્થની પ્રાપ્તિ તામસ પ્રકૃતિ છે. તેમાં પાપ વિશેષ બંધાય છે. કામ-ઇચ્છા અર્થ વગર ભોગવાતી નથી. તેથી કામ-ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org