________________
૨૦૪
સ્વરૂપસાધનાનાં સોપાન
સ્વ હોવા છતાં અજ્ઞાનવશ વેદી શકતા આ અપેક્ષાઓ વ્યવહારરૂપ છે.
પાંચે અસ્તિકાય દ્રવ્યો એકબીજા સાથે સંકળાયેલા છે, ભલે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન હોવા છતાં દરેકનું લક્ષ્ય - પરિણમન સ્વમાં છે, અને કાર્ય પર દ્રવ્ય પરત્વે છે. જેમકે ધર્માસ્તિકાય ગતિરૂપ સ્વમાં પરિણમન કરે છે પણ ગતિનું નિમિત્ત પર દ્રવ્યનું બને છે. આત્માનો શેયજ્ઞાન સંબંધ છે. જ્ઞાન આત્માનું સ્વકાર્ય છે. પરંતુ તેમાં નિમિત્ત શેય પર પદાર્થો છે. સ્વ-પર ઉભય પ્રકાશક છે.
નિશ્ચયદૃષ્ટિએ દ્રવ્ય ક્ષેત્ર સ્વક્ષેત્રે અભેદ છે તેમ વ્યવહારમાં ક્ષેત્રકાળ અભેદ છે. હું દેહ છું એ સંસ્કાર પડેલા છે. તેમાં વ્યવહારથી હું દ્રવ્ય છું. ક્ષેત્રથી વ્યવહારમાં વર્તમાન જગતના સંસ્કાર પડેલા છે. જેમકે હું મુંબઈનો છું. અમદાવાદનો છું. નિશ્ચયથી આત્મા સ્વપ્રદેશે રહેલો છું. વિશ્વમાં દ્રવ્યક્ષેત્ર જુદા પડતાં નથી. તેમ વ્યવહારમાં ક્ષેત્રકાલ જુદા પડતા નથી.
દ્રવ્ય = મૂળ આધારને દ્રવ્ય કહેવાય. પ્રદેશપિંડત્વ મહાસત્તા છે. ગુણપર્યાય એ અવાંતર સત્તા છે. દ્રવ્યના ગુણપર્યાય શેય છે. પુદ્ગલ દ્રવ્યમાં એક પરમાણુમાં એક ગંધ, એક વર્ણ - બે સ્પર્શ હોય. આ ચારે ભેદરૂપ પરમાણુ છે. તેનું સંસ્થાન ગોળાકાર છે. આ સર્વે કેવળીગમ્ય જાણવું. શાસ્ત્રથી શ્રદ્ધા ગમ્ય રાખવું. શેય એટલે જ્ઞાનમાં જણાય જ, જ્ઞાન એટલે જ્ઞાનને જાણે. આ જ્ઞાન શેયનો અભેદ સંબંધ છે. દ્રવ્યઆધાર અને ગુણપર્યાય આધેય એ પણ અભેદ સંબંધ છે. એક ક્ષેત્રે રહેલાં દ્રવ્યો ક્ષેત્રથી અભેદ છે. સમકાલીન વિદ્યમાન દ્રવ્યો કાળથી અભેદ છે.
પુગલદ્રવ્યમાં પરમાણુ અબદ્ધ અવસ્થાનું નામ છે. પરમાણુઓનું ભળવું તે સ્કંધ કહેવાય જે બદ્ધ અવસ્થામાં આવે છે. પરમાણુ બદ્ધ સંબંધમાં આવ્યા પછી તે પરમાણુ પ્રદેશ કહેવાય છે. પ્રદેશોનો સમૂહ તે સ્કંધ છે, ધમ-અધર્માસ્તિકાય એક એક મોટો સ્કંધ છે. દરેક દ્રવ્યનું મૂળ પ્રદેશ છે. દરેક દ્રવ્ય સ્કંધરૂપે છે. અરૂપી દ્રવ્યોના પ્રદેશોનો ભેદ સંઘાત નથી. પ્રદેશ પિંડરૂપે છે. રૂપી દ્રવ્યના પરમાણુ ભેગા થાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org