________________
૨૭૦
સ્વરૂપસાધનાનાં સોપાન જીવીએ છીએ. અમરત્વ સાથે અનુસંધાન કરીને જીવવાનું આપણે ભૂલી જ ગયા છીએ.... જો મુક્તિની ચાહના છે, મુક્ત બનવું છે તો આત્માના અમરત્વના સ્વભાવ સાથે જીવવું પડશે. મૃત્યુનો સંબંધ છોડવો પડશે.
આ મૃત્યુ શું છે ? મૃત્યુ બીજું કાંઈ નથી પણ રતિ, અરતિ, ભય, હાસ્ય, શોક, દુગંછા, સ્ત્રી-પુરુષ-નપુંસક વેદાદિ નોકષાય ભાવો છે. રતિઅરતિ-ભય-શોક-દુગંછાદિ જ મૃત્યુ છે. કેમકે આ બધાં ભાવોની પાછળ અર્થાત્ નોકષાયના ભાવોની પાછળ પાછળ જ ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયની ફોજ ચાલી આવે છે.
વસ્તુઓ, વ્યક્તિઓ, સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિની કોઈ તાકાત નથી કે તે આપણને એટલે કે જીવને દુઃખ પહોંચાડી શકે કે મૃત્યુ આપી શકે. આ બધાં તો જીવને આવી મળેલાં છે. આવી મળેલાં એ બધાંને જીવે પોતાના માની ગળે વળગાડ્યાં છે. વાસ્તવમાં તેનાથી જીવ કહેતાં આત્મા તો પર છે. એ મળ્યાં ભલે ! આપણે ભળ્યાં શાને ? નિર્લેપભાવે આપણે વ્યક્તિઓને મળતાં નથી. અબંધભાવે-
નિસ્પૃહ રહી સંયોગો-પ્રસંગોને પરિસ્થિતિને જોતાં નથી કે મૂલવતા નથી. અને તેમ કરી અમરત્વનું વેદન કરતાં નથી. માટે જ પારકા આપણને પડે છે. આત્માના અમરત્વને અનુભવતા નથી અને મૃત્યરૂપી અરતિ-ભય-શોક-દુગંછા આદિને વેદિએ છીએ. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ.
આત્મદર્શન કરીએ, આંતરદર્શન કરીએ, અંતર્મુખ થઈએ અને ભીતર થતી ક્રિયા, પ્રતિક્રિયાઓને જોઈએ, જાણીએ તો જણાશે કે રાગ જેમ અંદર છે, તેમ વીતરાગતા પણ અંદર છે. અજ્ઞાન અંદર છે, તેમ જ્ઞાન પણ અંદર છે. જ્ઞાન-અજ્ઞાન, રાગ-વીતરાગતા, બહાર નથી. બંને ભીતરમાં જ છે. બહાર તો છે વસ્તુ-વ્યક્તિ, સંયોગો-પ્રસંગો ને પરિસ્થિતિ. એ પાંચેયમાં જો વીતરાગતા કેળવાય, નિર્લેપતા સધાય તો દુઃખમુક્ત થવાય અને અનંત સુખની પ્રાપ્તિ કરી શકાય.
સુખ-દુઃખના સંબંધમાં આપણે સ્વીકારી લીધું છે કે સુખ-દુઃખ એ જ આપણે છીએ. પરંતુ આપણે સ્વયં શાતા-અશાતા વેદનીય નથી. શાતાઅશાતામાં મતલબ કે સુખ-દુઃખમાં આપણે સ્વતંત્ર નથી. તે બંને કર્મના ઉદયને આધીન છે. પૂર્વ કૃત બાંધેલો શાતા-અશાતાના કર્મ એ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org