________________
૨૭૨
સ્વરૂપસાધનાનાં સોપાન વસ્તુઓ સાથે રહીને તે છઠ્ઠા પોતાને ખુદને જ જુવે છે. આથી જ સાધુ ભગવંત માટે આપણે કહીએ છીએ કે તે કાળધર્મ પામ્યા. કાળધર્મ એટલે દેહનો ક્ષીણ થવાનો – નાશ પામવાનો સ્વભાવ છે. આયુષ્ય પૂરું થવાથી દેહ નાશ પામ્યો, જે સાધુ ભગવંત એ દેહમાં હતા તે તો દેહના ભાવોના જ્ઞાતા-દ્રષ્ટા હતા. કાળ પૂરો થયો, આયુષ્ય પૂરું થયું એટલે દેહ મૂકીને ગયા અને ધર્મ પામી ગયા. વસ્તુ સ્વભાવ ધર્મ પ્રમાણે તે સિદ્ધત્વને પામ્યા.
આપણે પણ બાહ્ય બધાં દશ્યો વચ્ચે, પાંચેય વસ્તુઓ વચ્ચે રહીને સ્વરૂપદ્રષ્ટા બનવાનું છે. આપણી આસપાસ કે આપણી ભીતર જે કાંઈ થાય છે તેને માત્ર જોવાનું છે, જાણવાનું છે. જોઈ અને જાણીને આ પ્રિય છે, આ અપ્રિય છે, એવી કશી જ તુલના કરવાની નથી. સ્વપ્ન જોઈએ છીએ પણ જાગતાં જ એ સ્વપ્ન ખતમ થઈ જાય છે. એ સ્વપ્નને સત્ય નથી માનતા. સંસારનાં સુખ અને દુઃખ બંનેય સ્વપ્ન છે. આત્મા હજી ઊંઘમાં છે. એથી સંસારનાં સુખ અને સુખ લાગે છે. અને દુઃખ એને દુઃખી કરે છે. આત્મ જાગરણ થાય, આત્મસ્વરૂપનું જ્ઞાન થાય તો સ્વપ્ન સમા સંસારનાં બધાં જ સુખ-દુઃખ આપોઆપ દૂર થઈ જાય.
તમામ દુઃખોની જડ હોય તો તે છે સુખની આશા, સુખની લાલસા. આજે આપણે સુખ-દુઃખને પદાર્થમાં-વસ્તુઓ ને વ્યક્તિમાં આરોપિત કર્યા છે. આ સુખની આશાને લાલસાના કારણે જ દુઃખને ભય જન્મે છે. કશાયમાં અને કોઈમાં ય જો સુખ સ્થાપિત ન કરીએ તો જીવનમાં ન કોઈ દુઃખ છે, ન કોઈ ભય છે.
દેહ છે અને તેમાં આત્મા છે તો દેહ અને આત્માને ભિન્ન જાણીને પાંચેયથી પર રહેવાનું છે. શુદ્ધ આત્મભાવથી આ પાંચેય સાથે રહીને જીવીએ તો નિર્મોહતા આવશે. અને અરતિ આદિ ખતમ થશે. રતિ-અરતિભય-શોક-દુગંછા આદિ જે થાય છે તેથી જ કેવળજ્ઞાન થતું નથી. એ ભાવો જો ખત્મ થાય તો કેવળજ્ઞાન પ્રગટે. જેઓ કેવળજ્ઞાન પામ્યા છે, જેઓ કેવળજ્ઞાની બન્યા છે, તેઓ મુક્તિસુખ તે કાળે જ અનુભવે છે.
સહુ કોઈ આ પાંચ વસ્તુ-વ્યક્તિ-સંયોગો-પ્રસંગો ને પરિસ્થિતિની વચ્ચે તેનાથી નિર્લેપ રહી, આત્મભાવમાં દઢ રહી મુક્તિને પામો એવી અભ્યર્થના !
ઇતિ શીવમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org