________________
અમરત્વ પ્રાપ્તિની પ્રક્રિયા મુક્તિ વર્તમાન કાળે જ છે. અહીં અને આ ક્ષણે જ મુક્તિ છે. મુક્તિ ક્યાંય દૂર નથી. મુક્તિ કાંઈ કોઈ એક સ્થાને પડેલી વસ્તુ નથી કે ત્યાં જઈને તે લઈ આવવાની છે. તેમ તે બજારમાં વેચાતી મળતી ચીજ પણ નથી કે બજારમાં જઈ તેને ખરીદી લાવી શકાય. મુક્તિ આપણી પોતાની અંદર અર્થાત્ આપણા પોતાના આત્મામાં જ છે. | મુક્તિ એટલે અમરત્વ ! મુક્તિનો સંબંધ આત્મા સાથે છે. આત્મા બંધાયો છે અને આત્માને જ મુક્ત કરવાનો છે. આત્મા અમર છે. અમરત્વ એ આત્માનો સ્વભાવ છે. મરણ તો દેહનું થાય છે. દેહ જન્મે છે અને દેહ મરે છે. આત્મા નથી તો જન્મતો કે નથી તો મરતો. આપણા આત્માએ અનંતા દેહ ધારણ કર્યા અને મૂક્યા-છોડ્યાં. એ બધા ય દેહ આજે આત્મા સાથે નથી અને તે દેહની સ્મૃતિ પણ નથી. પરંતુ એ દેહને ધારણ કરનાર આત્મા તો આજના દેહ સાથે આજે ય છે જ આત્માનું અસ્તિત્વ હાજર જ છે. આત્માનું આ અસ્તિત્વ જે જન્મોજન્મ-ભવોભવ અકબંધ રહે છે . તે જ આત્માનું અમરત્વ છે. આ અમરત્વ પર અનાદિ કાળથી જે મૃત્યરૂપી તાળું મરાયેલું છે એને ખોલવાનું છે. આ સંદર્ભમાં જ તો વેદાંતીઓએ આત્માને ફૂટસ્થ કહ્યો છે.
બીજાંઓને મરતાં જોઈને આપણે માની લીધું છે કે આપણે પણ મરી જવાના છીએ ! મરણને આપણે આપણો સ્વભાવ માની લીધો છે. મરવાનો સ્વભાવ તો આત્માને વળગેલા દેહનો છે. દેહ કાંઈ આપણો નથી. જે આપણું નથી, જે પોતાનું નથી તેનો સ્વભાવ આપણો કેવી રીતે બની શકે? આત્મા જ કેવળ આપણો છે. આત્મા ક્યારેય વિખૂટો પડતો નથી. જન્મમાં ય નહિ, મરણમાં ય નહિ, જન્મ-મરણના વચગાળાના સમયમાં પણ નહિ અને અમરત્વમાં પણ નહિ. આત્મા સદૈવ ઉપસ્થિત હોય છે. એવાં એ સદા, સર્વદા, સર્વત્ર, સાથે-સંલગ્ન રહેનાર, આત્માનો સ્વભાવ એ જ યથાર્થ આપણો સાચો સ્વભાવ છે.
છતાંય અજ્ઞાનતાના કારણે, અનાદિકાળના સંસ્કારના કારણે, કે જોઈતી હિંમતના અભાવે, આપણે પ્રતિપળ મૃત્યુનું જ અનુસંધાન કરીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org