Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 264
________________ મોક્ષને બાધક તત્ત્વ શું છે ? તે સમજી લઈએ ૨૪૭ જે ભાવ આવે તેના કરતાં પણ નિશ્ચયનયથી શુદ્ધ ભાવ જ મોક્ષનું કારણ છે. કારણ શુદ્ધ ભાવ સ્વયં આત્મા છે. માટે ધર્મ અને મોક્ષને સ્વીકારી તેવા ભાવ કરવા, ધર્મ તત્ત્વને પૂરા રસ ઉલ્લાસ અને ભાવથી આરાધવું જોઈએ. તે માટે સાધન ભલે પૂજા, સામાયિક આદિ હોય. ભાવશુદ્ધિ થતાં કેવળજ્ઞાન થાય. અર્થ અને કામ અન્ય સાધન દ્વારા મળે છે તેથી તેમાં અપૂર્ણતા હોય. ધર્મ અને મોક્ષ સ્વાશ્રયી છે તેથી તે પૂર્ણ સુધી લઈ જાય. મોક્ષના પુરુષાર્થમાં ઉત્કૃષ્ટ પ્રકારના મનોયોગની શુદ્ધિ જરૂરી છે. માટે ઉત્કૃષ્ટભાવ કરો, તેમાં સ્થિર થાવ. આગળ વધો. ધર્મ અને મોક્ષ સાથે આત્મા અનાદિથી અભિન્ન છે. ઇન્દ્રિયોના વિષયની માંગ અને પદાર્થો દેહાશ્રિત છે. તેમાં જીવ ભોક્તાભાવ કરી બંધાય છે. તેજસ અને કાર્પણ શરીર છે. જે આત્માના વિભાવની નિશાની છે. તેમાં સ્કૂલ દેહો અને સામગ્રી મળ્યા કરે છે. ધર્મ એટલે આત્માનો જ્ઞાન-દર્શન આદિ ઉપયોગમય સ્વભાવ. કેવળજ્ઞાન કેવળદર્શન સ્વરૂપધર્મ છે. ધર્મ જ પ્રધાન સાધન છે. સ્વભાવ જ અસાધરણ કારણ છે. શુભ અધ્યવસાય-પરિણતિ ધર્મના સહજ સાધન છે. તે શુદ્ધ ભાવે અસીમ છે, તેને સમજો અને આરાધન કરો. કોઈ પણ કર્મની પ્રકૃતિનો ઉદય તે બાહ્ય સંસારી જીવન છે. અને આંતરિક મોહનીય - કષાય તે અત્યંતર સંસાર છે. એ સર્વ પાપકર્મની પ્રકૃતિ છે. મુખ્યત્વે ઘાતકર્મ સર્વ પ્રકારે પાપરૂપ છે. અઘાતકર્મ શુભાશુભ છે. પાપ દુઃખદાયક છે. પુણ્યબંધ બે રીતે છે. લૌકિક પુણ્ય અકામ નિર્જરાવાળું છે. પહેલે ગુણસ્થાને અકામ નિર્જરા હોય છે. અને પાપના બંધવાળું છે. લોકોતર પુણ્ય સકામ નિર્જરાવાળું છે. તે સુકૃત દ્વારા વિકસતું જાય છે. અને લોકોત્તર માર્ગે લઈ જાય છે. વાસ્તવમાં આંશિક સકામ નિર્જરા ચોથા ગુણસ્થાનકથી પ્રારંભ થાય છે. તાત્ત્વિકપણે છઠ્ઠાથી વિરતિપણામાં હોય છે. જ્યાં કર્મનો છેદ થતો રહે છે. નામ ગોત્ર વેદનીય અને આયુષ્ય અઘાતકમનું કાર્ય પૂલ હોવાથી જોઈ શકાય છે. ઘાતકર્મો મનના ભાવો હોવાથી સૂક્ષ્મ છે. તે ઇન્દ્રિયજનિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290