________________
૨૫૨
સ્વરૂપસાધનાનાં સોપાન પ્રત્યે ક્રોધ કરવાનું છોડી દેવું જોઈએ. સત્તા ચલાવવાનું છોડી દો. તેમ કરવાથી આપણે જ કર્મ બાંધીએ છીએ. માટે ક્રોધનું સેવન ન કરતાં આત્મભાવમાં પ્રશાંત-સ્વસ્થભાવનું સેવન કરવું. જેથી કર્મની નિર્જરા થાય. અન્યની ક્રોધ પ્રકૃતિ લાચારીથી સહન કરીએ તો તેનાથી આત્મલાભ નથી. પણ આત્મભાવે ક્ષમાપના ભાવપૂર્વક કરવી જોઈએ, તો કર્મની પરંપરા તૂટે.
ક્રોધના ઉદયમાં જીવ બેભાન અવસ્થા જેવો હોય છે. તેને સ્વરૂપનું કે બંધનનું ભાન નથી. કોની સામે ક્રોધ થાય છે તેનું ભાન નથી. આમ એ કષાયથી ઘેરાયેલો બેભાન જેવો હોય છે. આ સર્વ પ્રકૃતિના ઉદયની વિચિત્રતા છે. તે મોક્ષમાર્ગને બાધક છે.
દોષ એટલે ગુણો ઉપર કર્મપ્રકૃતિનું આચ્છાદન થવું. સંસારમાં ડૂબેલાને ભગવાનના ગુણો એ આચ્છાદનનું ભાન કરાવે છે. માટે કૃતજ્ઞતાગુણના વિકાસ અર્થે ભગવાનને આપણે આપણા નેતા માનવા. તો તરવાની યોગ્યતા પામ્યા કહેવાય. દરેક જીવ પોતે જ પોતાના અધ્યવસાય વડે કર્મબંધ કરે છે, અને તેનો ઉદય થાય ત્યારે ભોગવે છે.
કર્મનો ગમે તેવો બંધ થાય તો પણ તેની સ્થિતિ મર્યાદિત છે. આત્માનું સ્વરૂપ અનાદિ અનંત છે. તેની કર્મ જેવી અનિત્ય સ્થિતિ કે સત્તા નથી. આત્માને નિરાવરણ કરો તો આત્મસત્તા પ્રગટ થાય.
માનવભવમાં જ્યાં જ્યાં ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ છે ત્યાં ઉચ્ચ ગોત્ર સમજવું. લૌકિક ક્ષેત્રે સત્તા, વૈભવ, સમૃદ્ધિ, કળા, સંપત્તિ આદિથી ઉચ્ચ ગોત્ર મનાય છે. વાસ્તવમાં ઉત્તમ સંસ્કારથી ઉચ્ચતા ગણાય, જ્ઞાન ભણ્યા છતાં પાત્રતા ન આવે તો દીવો હાથમાં છતાં અંધારું, આંખ છતાં તે બંધ રહે તો તેનું ફળ શું?
આત્મપ્રદેશો સાથે જોડાયેલા પુદ્ગલ કંધો અન્ય પુગલ સ્કંધો સાથે ભળે અને ગળે, પરંતુ જીવે પૂર્વ બાંધેલ સત્તાગત કર્મમાં કોઈ કાર્મણવર્ગણા સ્વતઃ ભળે કે ગળે નહિ પણ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અને રસ ભેળવી જે કર્મબંધ થાય, તે ઉદયમાં આવે ભોગવાય અને જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org