Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 274
________________ ૨૫૭ અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ અભેદરૂપે અનુભવાય. ત્રણેનું ઐક્ય છે. વ્યવહારદૃષ્ટિમાં ત્રણે ભેદ છે. ક્ષપકશ્રેણિ ચોથા ગુણસ્થાનકથી ક્ષાવિકભાવે મંડાય છે. તેમાં વિશેષતા યોગ કરતાં ઉપયોગની અંતરક્રિયા હોય છે. ઉપયોગ સ્વય બંધ અને મોક્ષનું કારણ છે. કેવળજ્ઞાન થયા પછી દરૂપ અઘાતી કર્મનું ઉદયરૂપ બંધન દેખાય છે. પણ તે આત્માના ઉપયોગને બંધનરૂપ નથી. તેથી જ્ઞાન દર્શન ઉપર તેનું આવરણ નથી. શુભ ભાવ એ વિકલ્પ છે. વિરતિ એટલે વિરક્ત ભાવનો ઉપયોગ. બાહ્ય દશામાં સંયમ એ મોક્ષમાર્ગનું ચિહ્ન છે. નિશ્ચયથી તીવ્રજ્ઞાનદશા એ નિર્વિકલ્પ ઉપયોગ છે. જે જ્ઞાનમાં મોહના કોઈ ભાવ ભળતા નથી. સાતમે ગુણસ્થાનકે નિર્વિકલ્પ દશા અનુભવનારને તે સમયે કર્મબંધ અબુદ્ધિપૂર્વકનો હોય પણ કર્મનું વેદન ન હોય. તે ક્ષપકશ્રેણિ માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારધર્મની સાધનાથી મોક્ષ થતો નથી. નિશ્ચયતત્ત્વની સાધનાથી મોક્ષ થાય છે. આ પંચમકાળમાં સમિતિ-ગુપ્તિરૂપ નિરૂપાધિક જીવન થઈ શકે છે. જે નિર્વિકલ્પદશા માટે અનુકૂળ છે. તે દશા આવ્યા વગર મોક્ષ નથી. સર્વવિરતિ લીધા પછી પણ અંતરંગ પરિણતિ પર દૃષ્ટિ થતી નથી તો તે નિરૂપાધિક જીવન નથી, તે દશાથી નિર્વિકલ્પ જીવન પામવાનું છે. અત્યંતર જ્ઞાન-દર્શન-ચારિત્રને એકરૂપ વેદવા માટે નિરૂપાધિક બાહ્યાડંબર રહિત થવાની આવશ્યકતા છે. જનઉત્કર્ષને આગળ કરીને બાહ્ય ક્રિયાઓની અતિશયોક્તિ નિરૂપાધિક જીવનને બાધક છે. તેમાં સાધુજનોને કે શ્રાવકોને અધ્યાત્મક્ષેત્રે કંઈ લાભ થતો નથી. આત્માના જ્ઞાનાદિ ગુણની ક્રિયા સામે બાહ્ય ક્રિયાઓનો આગ્રહ ત્યજી આત્માના સ્વભાવરૂપ ગુણમાં પરિણમન કરવાનું છે. તે જ મોક્ષમાર્ગ છે. આત્માના અક્રિય અને અરૂપી સ્વરૂપમાં પરિણમવાનું છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવે અર્જા છે, કારણ કે જ્ઞાનરહિત છે. એટલે ધ્યેય, ઈરાદો, પ્રયોજનરહિત છે. છતાં સ્વભાવે સક્રિય છે. સંસારી જીવ મૂળગુણથી અક્રિય હોવા છતાં કર્તા ભોક્તા ભાવથી સક્રિય બને છે. જો અકત બનીને જ્ઞાનાદિ ક્રિયારૂપ સક્રિય બને તો બંધનરહિત Jairt Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290