Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 280
________________ અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ ૨૬૩ તો કંઈ અંત કે લાભ નથી. માહાસ્ય કર્તાભોક્તાભાવનું નથી. પણ જ્ઞાતા દ્રષ્ટાપણાનું છે. અનાદિકાળથી જીવને પરદ્રવ્યાશ્રિતભાવ હોય છે, જે મોક્ષમાર્ગમાં બાધક છે. જ્ઞાની તે ભાવ કઢાવવા પર દ્રવ્યમાં કેવળ દોષદર્શનથી નિર્વેદ અને વૈરાગ્ય ભાવ કરાવે છે. જેમ કે દેહ તો સપ્તધાતુનું, પૂતળું છે, સ્ત્રીનો દેહ માંસ હાડકાનો માળો છે પર પદાર્થો જડ છે. માત્ર આવી વિચારણા કરે અને વૈરાગ્યનો ભાવ કે સમ્યગુદૃષ્ટિ ન હોય તો રસમંદ પડે પણ મૂળમાં જે રસ પડ્યો છે તે નષ્ટ ન થાય. તે નષ્ટ કરવામાં પોતાના ભાવમાં જે વિકાર છે, તે જ દોષ છે, તેને દૂર કરવા દઢ થવું જોઈએ તો વૈરાગ્ય આવે, મોહનો નાશ થાય. મોક્ષ પ્રગટ થાય. આત્મા જ જગતનો અરીસો છે. તે ત્રણે લોકના સર્વ પદાર્થોનો પ્રકાશક વિશ્વમૂર્તિરૂપ છે. સમસ્ત વિશ્વમાં આત્મા મંગળરૂપ છે. સ્વરૂપ સભાનતા, સ્વરૂપ વિચારણા, સ્વરૂપ સ્થિરતા કરવી તે મોક્ષ પુરુષાર્થ છે. તેમાં કેવળજ્ઞાન પ્રગટ થાય. માત્ર ધર્મપુરુષાર્થથી મોક્ષ પ્રગટ ન થાય. તેનાથી આત્મશુદ્ધિ થાય. આશય, લક્ષ્ય અને વર્તમાન ઉપયોગમાં એકરસતા ઉપયોગ ક્રિયા છે. હીરાની વીંટીમાં હીરો અને સોનાની વીંટીનો જેમ તફાવત છે. તેમ અત્યંતર હીરારૂપ ઉપયોગ અને સોનારૂપ કાયયોગનો તફાવત છે. યોગને ઉપયોગ ન કહેવાય. ઉપયોગ યોગ ન કહેવાય. ધર્મમાં ઉપયોગ ભાવ પ્રધાન રહે છે. નિષ્કષાય ભાવ એ સમભાવ - પ્રશાંતભાવ છે. ચોથાથી ઉપરના ગુણસ્થાનકો માત્ર યોગ ક્રિયાથી નથી આવતા, પરંતુ આત્માના સ્વભાવથી - ઉપયોગ ક્રિયાથી આવે છે. યોગક્રિયા સહકારી કારણ છે. મોહનીયના ક્ષયોપશમભાવ સાદિસાંત, અસત્ હોવા છતાં સતુનું લક્ષ્ય અનાદિઅનંત સત્ હોવાથી સાદિસાંત કર્મોની નિર્જરા કરવામાં કારણ છે. ઘાતકર્મોનો ક્ષય થાય છે. તેથી બદ્ધ સંબંધનો અભાવ થાય છે. નિર્વિકલ્પ દશામાં કર્મ વિરામ પામે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ વગરના થાય છે, અનુક્રમે જીવ મોક્ષ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290