Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૨ સ્વરૂપસાધનાનાં સોપાન સાધનો બંધન છે. સના સાધકની સાધનથી સિદ્ધિ સાધ્ય થશે. પર સાધન અસાધન થશે. નિશ્ચયથી તો સાધકદશાને પણ શાંત કરી કેવળ મોક્ષસ્વરૂપ બનવાનું છે. સાધન અને સાધકતાથી અભેદ થઈ સાધ્ય સિદ્ધ કરવાનું છે. સાધકદશામાં કર્તાભોક્તા અંશે દબાયેલો છે. અસાધકનો કર્તાભોક્તાભાવ ફાલેલો - વિસ્તાર પામેલો છે. સિદ્ધદશામાં પરનું કર્તાભોક્તાપણું આત્યંતિકપણે નષ્ટ થયેલું છે. સ્વસ્વરૂપનું કર્તાભોક્તાપણું સ્વાભાવિક છે, તે અવસ્થા સાધનાતીત છે. જ્ઞાનદશામાં રહેવાથી મોહનીય કર્મ ક્ષય થતું જશે. તેનું અસ્તિત્વ શિથિલ થઈ ક્ષય થશે. મોહનીયકર્મની અસર ન હોવી તે મોક્ષ છે. દેહમાં રહીને આત્માની જ્ઞાનદશાનો આનંદ લેવાનો છે. મોહદશાએ ક્વચિત દેહનો આનંદ આવશે તો પરિણામે દુ:ખ વેદાશે. સાધકદશામાં ઉપકરણના નિમિત્તથી, અંતઃકરણમાં પ્રવેશીને મોહની અસર ખતમ કરવાની છે. સાથે સાથે અજ્ઞાન પણ ખતમ થતું જશે. જ્ઞાન દશામાં રહી હું દેહ નથી તેવી પ્રતીતિ કરવાની છે. પરિષહ ઉપસર્ગમાં પણ આત્માના આનંદમાં રહેવાનું છે. કરણ અને ઉપકરણની જે ક્રિયા છે. તે બહિરયોગ છે. અંતરક્રિયાની - શુદ્ધિ એ અત્યંતરયોગ છે. જે નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણના ક્રમ પછી જીવ જ્યારે અંતરકરણ પામે છે ત્યારે નિશ્ચયથી સમકિત પામે છે. માટે સાધનાનો આશય અંતરકરણમાં રાખવાનો છે. કરણ ઉપકરણમાં કે બાહ્ય તપમાં નહિ. અત્યંતર તપ અંતઃકરણમાં હોય છે. આશય અને લક્ષ્ય બંનેમાં મોક્ષ હોય, અંતઃકરણમાં સમ્યગુભાવ વર્તે. પરંતુ આશય અને લક્ષ્ય મોક્ષનું ન હોય તો ગુણસ્થાનક પ્રથમ વર્તે. આત્માને માનવાથી નિવેડો નથી, આત્માને જાણવાથી, અનુભવવાથી નિવેડો છે. આત્મા જણાશે, પૂર્ણજ્ઞાન પ્રગટ થશે પછી વિશ્વના સર્વ પદાર્થો આપોઆપ જણાશે. માત્ર મિથ્યાજ્ઞાન વડે પરપદાર્થોને જાણવા જઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290