Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 281
________________ ૨૬ ૪ સ્વરૂપસાધનાનાં સોપાન સંસારમાં જીવના દેહ, મન, ઇન્દ્રિયો પૂરા જગત સાથે ઓતપ્રોત થયા છે. આથી અનાદિકાળથી જીવ સંસારરૂપ બની ગયો છે. મોક્ષમાર્ગમાં મનને દેહાદિ સર્વથી ભેદી જુદું પાડીને આત્મ સન્મુખ કરવાનું છે. માત્ર ધર્મક્રિયાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આશ્રિત ભાવ મનમાં ઉત્પન્ન થશે. છતાં લક્ષ્ય તો સ્વરૂપ આશ્રિત કરવાનું છે. તેનું જ માહાસ્ય લેવાનું છે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આશ્રવ છે. માટે કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મહાવ્રતાદિ શુદ્ધપણે પાળવાના છે. પરંતુ ઉપયોગથી મનોયોગની અંતરક્રિયા મોક્ષ લક્ષ્ય કરવાની છે. તેમાં મેરુપર્વતની જેમ અચલ રહીને મોક્ષમાર્ગ પકડવાનો છે. તેના બદલે રાઈના દાણા જેટલી પણ અંતરક્રિયામાં આપણે ટકતા નથી. પછી મોક્ષ કેમ થાય? મોક્ષ એટલે આઠ કમનો સર્વથા નાશ. શરીરાદિનો સર્વથા ત્યાગ. સંસાર એટલે આઠ કમનું અને દેહાદિનું નિરંતર પ્રહણ. ૦ મોક્ષ એટલે દુઃખનો અંત, પરમ - અનંત સુખનું ધામ. સર્વ જીવની ચેતનામાં જ્ઞાન ગુણ છતાં તરતમતા છે. સ્થાવર જીવો ત્રાસ પડે તોપણ ખસી શકતા નથી. ભલે મોટું વૃક્ષ હોય પણ તે સ્થાવર નામકર્મવાળું છે તેથી ખસી શકતું નથી. કીડી નાની સરખી હોવા છતાં ત્ર નામ કર્મથી ખસી શકે છે. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધી ત્રપણું છે. તેથી તે જીવો કાયબળનો આધાર લઈ સુખદુઃખના પ્રયોજનથી ખસી શકે છે. સંગ્નિ જીવોને મનોબળ મળે છે. તેથી તેઓ મનોબળ વડે દેહરહિત થઈ શકે છે. મુક્તિની આરાધના મનોબળ વડે કરી શકે છે. અસંશિ જીવો મન વગરના છે. તેઓ મોક્ષની આરાધના કરી શકતા નથી. મનુષ્ય સિવાયની ત્રણ ગતિમાં સંગ્નિ જીવો સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. તેથી ઉપચારથી આંશિકપણે મોક્ષ પામવાના અધિકારી ગણ્યા છે. સંવર નિર્જરા શ્રેષ્ઠ તત્ત્વ-આત્મિક શક્તિ હોવા છતાં તે બંધ અને આશ્રવ સાપેક્ષ છે. તેથી સિદ્ધ પરમાત્માને તે લાગુ પડતા નથી. જીવ અને મોક્ષ અભેદદશા છે. તેથી વચ્ચેના સાત તત્ત્વ નીકળી જાય ત્યારે જીવ મોક્ષસ્વરૂપને પામે છે. જીવ એ દ્રવ્ય છે અને મોક્ષ તે જીવનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290