Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 283
________________ ૨૬૬, સ્વરૂપસાધનાનાં સોપાન મોક્ષમાર્ગમાં માત્ર નૈમિત્તિક સાધનાથી સર્વઘાતી કર્મોનો નાશ ન થાય. જેમકે સદેવગુરુ નિમિત્ત અને તેના વડે ઊપજતા ભાવ તે નૈમિત્તિક સાધના છે. પરંતુ જ્યારે ભાવમાંથી વિકાર ટળે શુદ્ધિ થાય સ્વરૂપ લક્ષ્ય દૃઢ બને ત્યારે ઘાતકર્મો ગમે, નાશ પામે. મનાદિયોગ, કરણ અને ઉપકરણ દ્વારા જે સાધના થાય છે તે અધિકરણથી બચવા માટે છે. અંતઃકરણમાં ઉપાદાનની કે અસાધારણ કારણની શુદ્ધિ કરવારૂપ, નિર્વિકારી થવા રૂપ સાધના કરવી તે મોક્ષમાર્ગને અનુરૂપ છે. દ્રવ્યાશ્રિત સાધના નિષેધાત્મક છે. ભાવાશ્રિત સાધના વિધેયાત્મક છે. સિદ્ધભગવંતે પોતાના ભાવસંસારનો નાશ કર્યો છે, પણ વિશ્વરૂપ દ્રશ્યમાન દ્રવ્ય સંસાર તો સ્વયે ચાલુ છે. જ્ઞાનમાંથી વિકારનો નાશ થાય પરંતુ શેય પદાર્થોનો નાશ ન થાય, તેવી અપેક્ષાથી સમજવું. મોક્ષમાર્ગ પૂરો અભ્યતર શુદ્ધિ ઉપર ઊભો છે. તેમાં ઉપાદાનકારણ એ દ્રવ્ય છે. મોક્ષને યોગ્ય થવા તે અસાધારણકારણ છે. ઉપાદાનકારણ અને અસાધારણકારણ ઉભય સ્વ-તત્ત્વ છે. ભવભ્રમણમાં સંસારભાવમોહભાવ અસાધારણ કારણ છે. સંસારી જીવ પોતે ઉપાદાનકારણ છે. માટે અસાધારણ અને ઉપાદાનકારણ મોક્ષસાધક હશે તો સંસારના નિમિત્તો કાર્ય નહિ કરે, અસર નહિ કરે. મતિજ્ઞાનના કોઈ પણ વિકલ્પ કે ક્ષપકશ્રેણિ જેવાં ધર્મસ્થાનો મોક્ષમાર્ગને સહાયક હોય તોપણ તે કેવળજ્ઞાન થતાં છૂટી જાય છે. જેમ ઉપલા માળે પગ મૂકતાં નિસરણીનાં નીચેના પગથિયાં છૂટી જાય છે. ક્ષયોપશમભાવનું ભોક્તાપણું પણ ક્ષણિક છે. ક્ષાયિક ભાવનું ભોક્તાપણું નિત્ય છે, સજાતીય છે, માટે ક્ષયોપશમ ભાવના સ્થાનોમાં દ્રષ્ટા રહેવું. અને આનંદ ભોગવવો. કેવળજ્ઞાની પોતાના ગુણના દ્રષ્ટા નથી કારણ કે ત્યાં દશ્ય - દ્રષ્ટા ઉભયનો ભેદ નથી. પરમાત્મ તત્ત્વ સાથેનો યોગ જીવને પરમાત્મસ્વરૂપ થવામાં સહાયક છે. આપણે પરમાત્મા બનીએ પછી એ યોગ શમી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290