Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 282
________________ ૨૬ ૫ અંતે શું પ્રાપ્તવ્ય છે? મોક્ષ નિત્ય પર્યાય છે. શાસ્ત્રનાં સૂત્રો આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે છે. શાસ્ત્રનાં સૂત્રો પૂર્ણ ન હોય પરસ્પર અનુસંધાન હોય. માટે સાપેક્ષતાએ સૂત્રો સમજી આત્મ સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય તેમ અર્થઘટન કરવું, ધર્મશાસ્ત્રો, સત્ શાસ્ત્રો મોક્ષમાર્ગના નિર્દેશક છે. તેનો મર્મ કાઢીને મોક્ષ પ્રાપ્ત કરવા દઢતા કરવી. સૂત્રાર્થ મોક્ષનું સાધન છે. તે પૂર્ણ ન હોય, તેથી બીજો ટેકો જરૂરી બને છે. શબ્દ કાચી ધાતુ છે. સૂત્રો વડે મોક્ષભાવ જાગે તે મહત્ત્વનું છે. મોક્ષ કોઈના વડે પ્રગટ થતો નથી. પોતાના ઉપાદાન વડે પ્રગટ થાય છે. જેમ અન્ય વ્યક્તિ ભોજન તૈયાર કરે. પણ તે ભોજન ખાય તેને ઉદરપૂર્તિ થાય. તેમ શાસ્ત્રો-સૂત્રો મોક્ષનો માર્ગ બતાવે પણ દરેક જીવે પોતે જ પુરુષાર્થ કરવો. દ્રવ્ય વ્યવહારમાર્ગ એ મોક્ષનું સ્વરૂપ નથી. ભાવમાર્ગ મોક્ષનું સ્વરૂપ છે. વસ્તુઓ કે વ્યક્તિ સાથે, દેહધર્મ સેવવામાં રાગદ્વેષરહિત આત્મભાવે જીવવું તે નિર્વિકલ્પતાનો અભ્યાસ છે. નિર્વિકલ્પ ધ્યાન એટલે આત્માને પરમાત્મસ્વરૂપે નિરાવરણ કરવો. કાયોત્સર્ગનું એ મહત્ત્વ છે. આમ તો જડ પદાર્થો અચેતન વિકલ્પરહિત છે. સિદ્ધ પરમાત્મા ચેતન નિર્વિકલ્પ છે. બંનેમાં ઘણું અંતર છે. જડને સાધના કે સાધ્ય નથી ચેતનને નિરાવરણ બનવા સાધના અને સાધ્ય છે. જ્યાં વિકલ્પ વિવાદ કે કોઈ સક્રિયતા નથી, તે મોક્ષ માર્ગ છે. નિર્વિકલ્પતા નિરીહિતા, વીતરાગતા, હોય ત્યાં મોક્ષ છે. તે જ આનંદ છે. દેહથી ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે. દેહાધ્યાસ ત્યજી જ્ઞાનાભ્યાસ કરવો. જ્ઞાનપૂર્વક દેહ છૂટે તે નિર્વાણ છે. ૦ જ્ઞાનાભ્યાસથી મોહનીકર્મનો ક્ષય કરવો. ૦ અધ્યયન એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ. ૦ મોક્ષમાર્ગ એટલે ભેદમાંથી અભેદમાં રહેવું. ૦ સંસારમાર્ગ એટલે ભેદમાં રહેવું. ૦ ધર્મમાર્ગ એટલે ભેદમાંથી અભેદ પ્રત્યે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290