________________
અંતે શું પ્રાપ્તવ્ય છે ? મોક્ષ
૨૬૧
જૈનદર્શનીમાં આચાર-વૈરાગ્યની વિશેષતાથી ઉચ્ચ અધ્યવસાયોને જીવ સ્પર્શી શકે છે.
સંસારીને સ્વરૂપ સજાતીય ઉ૫૨ કર્મનો ઉદય હોવાથી વિષમતા છે. સિદ્ધાત્માને અન્ય સજાતીય ચૈતન્ય ૫૨ હોવા છતાં સર્વ જીવરાશિ પ્રત્યે સ્વભાવથી ઐક્યતા છે. કારણ કે સિદ્ધ પરમાત્માનું જે સ્વરૂપ છે, તે જ સર્વ જીવરાશિનું છે. પૌદ્ગલિક પદાર્થો વિજાતીય છે. માટે જીવે નિર્ણય કરવો જોઈએ કે દેહાકારે ‘હું' ખોટો છું, મારું સ્વરૂપ સિદ્ધના જેવું છે.
સાધનાની સિદ્ધિ દેહભાન ભૂલવાથી થાય છે. મોક્ષનો દૃઢ સંકલ્પ હોય તો દેહભાવ અને દેહભાન ઉભય ભૂલી જવાય છે. અને ક્ષપકશ્રેણિના મંડાણ થઈ મોક્ષ થાય છે.
મોક્ષ માટે વૈરાગ્ય મુખ્ય સાધન છે, શુદ્ધ સાધનનો આગ્રહ જોઈએ પણ સાધનના ભેદોનો આગ્રહ ન જોઈએ. અન્ય સાધકો પ્રત્યે દુર્ભાવ ન જોઈએ. સાધન વિના સાધના સિદ્ધ થતી નથી.
મોક્ષ માર્ગમાં શુદ્ધ ભાવ અસાધારણકારણ છે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે.
સુદેવ, સુગુરુ, સુધર્મ નિમિત્તકારણ છે.
મનુષ્યત્વ ભવ્યત્વ દ્રવ્યક્ષેત્ર કાળભાવ અપેક્ષાકારણ છે. સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મોક્ષ છે.
દ્રવ્યથી સંશી પંચેન્દ્રિય, મનુષ્યપણું, ભવ્યત્વ, સાધુપણું. સુદેવાદિ પ્રાપ્તિ સ્થાનો છે.
-
ક્ષેત્રથી પંદ૨ કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યકુળ (જૈન કુળ). કાળથી આઠ વર્ષની ઉપરની ઉંમર, તીર્થનો સ્થાપનાકાળ. ભાવથી પૂર્ણ શુદ્ધ એવા જ્ઞાતા દ્રષ્ટાભાવ, પૂર્ણ વીતરાગતા. નિર્વિકલ્પ ઉપયોગ વગેરે મોક્ષમાર્ગને અભિપ્રેત છે.
૫૨ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે પર છે. જગતના પદાર્થો મારા નથી. તેવું દૃઢ પ્રણિધાન (સંકલ્પ) બને તો ૫૨ દ્રવ્યાદિનો ભાવ નષ્ટ થાય. ૫૨માત્મતત્ત્વ સાથે અભેદ થવાનું છે. સત્ના સાધન વગરના તમામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org