Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૮ સ્વરૂપસાધનાનાં સોપાન થાય. અકર્તા એટલે જીવને કંઈ જ ઇચ્છા થતી નથી. જે થાય છે તે સહેજે થાય છે. પછી તે તપ, વ્રત, સંયમાદિ જે હોય તે પણ તેમાં હું કરું છું તેવો દેહભાવ નથી. ઉપવાસ બાહ્યતા છે. અંતરંગમાં નિરહીય ભાવ છે તે સ્વરૂપનું અનુસંધાન છે. ક્ષુધા લાગે એટલે બાહ્ય સંજ્ઞામાં ઉપયોગ ન જોડાય અને નિરહીયભાવે રહેવું તો સ્વરૂપનું અનુસંધાન થાય. આહારસંજ્ઞા જેની પ્રબળ છે તેને વગર સુધાએ પણ ખાવાનું મન થાય. ઉપવાસ વખતે આહાર ન કરો એટલે વ્રત ન તૂટે પરંતુ આહાર સંજ્ઞા થાય ત્યારે આહારનો વિકલ્પ ઊઠે તો સ્વરૂપ અનુસંધાન તૂટે. ઉપવાસ એટલે ઉપ = આત્મા, વાસ = સમીપ, આત્માની સમીપ રહેવું. કેવળ આહાર ન કરવો તે તો બાહ્યા છે. ઉપવાસની જેમ દરેક વ્રતને સ્વરૂપભાવમાં પરિવર્તન કરવાનું છે. સામાયિકની બાહ્યક્રિયા સાથે સ્વરૂપમાં શમાવાનો પ્રયત્ન કરવો. દરેક વ્રતાદિના અત્યંતરભાવ એક જ લક્ષ્ય હોય, માત્ર મોક્ષ પ્રત્યેનું જ ગમન. બાહ્ય રીતે કરેલ કોઈ પણ ધર્મ ક્રિયાને અત્યંતર સ્વરૂપમાં વ્યાપક બનાવવાની છે. વ્રત - સંયમ એટલે નિરૂપાધિક જીવન છે. યોગ (કરણ) અને ઉપકરણ બાહ્ય સાધન છે. તેના નિમિત્તથી અંતઃકરણ શુદ્ધ કરીને મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવાનો છે. પોતાના આત્માને ઉપયોગની શુદ્ધિ વડે વિભાવથી બચાવવો તે અત્યંતર ક્રિયા છે. કરણ અને ઉપકરણ સંસારના સોપાધિક જીવનથી છોડાવીને નિરૂપાધિક જીવનમાં લઈ જનારા સાધન છે. નિરૂપાલિકપણું પામીને ભાવમન દ્વારા પરમાત્મસ્વરૂપનું લક્ષ્ય કરી, ઉપયોગથી ઉપયોગને આત્મામાં લય પમાડવાનો છે. ત્યારે નિર્વિકલ્પ થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. મોક્ષ થાય છે. આત્માનું અરૂપીપણું પ્રાપ્ત કરવા રૂપી એવા પુદ્ગલનો સંગ ત્યજી દેવો. રૂપી પદાર્થોથી મનને પાછું વાળવાથી અરૂપીભાવ પકડાય છે. મતિજ્ઞાનના ઉપયોગને નિર્વિકલ્પ કરવાનો છે, ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપનું સંવેદન થાય. નિરૂપાધિકપણામાં ભૂમિકાના ભેદથી પાંચ અને છઠ્ઠા ગુણસ્થાનકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290