________________
૨૫૧
મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ હોવા જોઈએ તે કર્મગ્રંથો દ્વારા સમજાય છે.
સંસારક્ષેત્રે સંસારભાવે કર્મો ઉપાદાન છે, બાહ્ય જડ ચેતન પદાર્થો નિમિત્ત છે. કર્તાપણું જીવનું પોતાનું છે. કર્તાપણું છૂટે સંસારભાવ છૂટે, કમ છૂટે. બંધન તૂટે.
ક્રિયા કરવી તે કર્મ છે, ભાવ દ્વારા કર્મ બંધાય છે. કર્તાના સંબંધ વિના કે ક્રિયા વિના કર્મ ન બંધાય. નિશ્ચયથી આત્મા અક્રિય છે. તે પરનું કે પરમાં કંઈ કરતો નથી. પુદ્ગલના સંબંધ વિના ક્રિયા થાય નહિ. પુદ્ગલ દ્રવ્યમાં સક્રિયતા છે, પણ કર્તાપણું નથી, કર્તાપણું, ઇરાદાપૂર્વક સંકલ્પ જ્ઞાનત્વમાં છે. અક્રિયતા આત્માનો સ્વભાવ છે. ક્રિયા પરના સંયોગે થાય તે આત્માનો વિભાવ છે. ક્રિયા શુભાશુભ બે પ્રકારે છે. આત્મા અક્રિયપણે જે ક્રિયા કરે તે ક્રિયા સમ્યગ્ર બને છે. તે સમ્ય ક્રિયા પરિણામે અક્રિયતા પામે છે. સંસારી જીવ સીધો જ અક્રિયપણાને પામતો નથી પણ સુકૃત કર્મ કરી, નિરારંભી બને છે. પછી અક્રિયપણું પામે છે.
અજ્ઞાનપૂર્વક કર્તા બનીને કરેલી ક્રિયા કર્મ બંધ કરે છે. રાગ, દ્વેષપૂર્વક ક્રિયા કરીએ તે સંસારનો માર્ગ છે. જ્ઞાન ઉપયોગ પ્રદાન ક્રિયા તે મોક્ષમાર્ગ છે. કર્તાપણાનું અભિમાન કાઢીને ક્રિયા કરો તો તે સહજ ક્રિયા છે. કર્તાપણામાં ભોક્તાભાવ હોય, તે કર્મબંધનું કારણ બને છે. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી કર્તાભોક્તાભાવ તે સમ્યગૂ પ્રકારનો હોય છે. અહિંસા, પરોપકાર, દાન, દયા જેવા કર્તાભાવ પહેલે ગુણસ્થાનકે સાત્ત્વિકરૂપે હોય છે.
સંસારી જીવને કંઈ જોઈએ છે. તેથી ક્રિયા કરે છે. તેના પરિણામે જીવને કર્મ હોય છે. તેની આઠ કર્મરૂપે સંતતિ-પરંપરા ચાલે છે. તેના ફળરૂપે જીવ સુખદુઃખ ભોગવે છે. વળી જેટલા જેટલા મોહભાવો છે, વિષમ ભાવો છે, તે સર્વમાં સ્કૂલરૂપે ક્રોધ પ્રકૃતિ - અશાંતભાવ તે ક્રોધ છે. તે મોક્ષને બાધક છે. આત્મભાવો સૂક્ષ્મ અને શાંત-પ્રશાંત છે.
સત્તાધીશ કે બળવાન સાથે આપણે લાચારીથી સહન કરી લઈએ છીએ. તે આપણને ગમતું નથી. તો પછી આપણે પણ નિર્બળ માનવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org