________________
૨૫૩
મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ તેવું વિષચક્ર મોક્ષને બાધક છે.
જે જીવનું જ્ઞાનદર્શન મોહ સહિત છે, તે વિનાશી છે, તે જીવનો સંસાર છે, તે જીવ સંસારી છે. જે જીવના જ્ઞાનદર્શન સમ્યગુ છે તે અવિનાશી છે, તે જીવનો મોક્ષ છે. જીવનો વિકૃતભાવ એ સંસાર છે. કેવળી ભગવંતને પુદ્ગલ દ્રવ્યમાં જે ભાવ દેખાય છે, તે સંસારી જીવના કર્તાભોક્તા ભાવના છે. સંસારી જીવના જ્ઞાન-દર્શનભાવ ક્ષણિક અનિત્ય હોવાથી પુદ્ગલ દ્રવ્યના પર્યાયોને અનિત્યભાવે જાણે છે. જેનું જ્ઞાન વિનાશી છે. તે પદાર્થોને ક્રમિક અને વિનાશીપણે જાણે છે. જેનું જ્ઞાન અવિનાશી છે, તે ક્યારે પણ પદાર્થનો કેવળ નાશ નથી જોતા, પરિવર્તનશીલ જગતના સ્વભાવને જાણે છે.
સંસારના જડ પદાર્થોમાં સંસારે નથી અને મોક્ષ પણ નથી. સંસાર અને મોક્ષ ભાવ તત્ત્વ છે, એક વિભાવ છે બીજો સ્વભાવ છે. અકર્તા અભોક્તાભાવ એ મોક્ષ છે.
આત્માનો બ્રહ્માનંદ અવિનાશી છે, અબ્રહ્માનંદ વિનાશી છે. ૦ આત્માનું કેવળજ્ઞાન અવિનાશી છે, મતિજ્ઞાન વિનાશી છે. ૦ આત્માના જ્ઞાન/આનંદ સત્ હોવાથી અવિનાશી છે.
૦ પરપદાર્થના સંગે આત્માના જ્ઞાન / આનંદ અસતુ બને છે. તેથી વિનાશી છે.
આત્માનો પ્રત્યેક પ્રદેશ બ્રહ્માનંદ અને બ્રહ્મજ્ઞાનથી ભરપૂર છે. જે અક્ષય અને અવિનાશી છે. પરંતુ અનાદિકાળનો અબ્રહ્માનંદનો જથ્થો એટલો ભય છે કે જેનો નાશ નવમા ગુણસ્થાનકની શુદ્ધિના બળે થાય છે. ત્યાર પછી જીવનું વેદકર્મ, મૈથુન પ્રકૃતિ) (અબ્રહ્મ) મૂળમાંથી નષ્ટ થાય છે. ત્યાર પછી જીવ સત્યપણે વીતરાગ દશામાં આવે છે. છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં અવિનાશી એવા બ્રહ્માનંદની પ્રાપ્તિ કરે છે. અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. જે સાદિ અનંતકાળ રહે છે. આવી બળવાન શક્તિ છતાં ઇન્દ્રિયોના સંગે જીવના જ્ઞાન અને આનંદ વિનાશપણે વર્તે છે. તે આત્માના આનંદ અને સ્વાભાવિક સુખને વિકૃતિરૂપ સજા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org