________________
૨પ૦
સ્વરૂપસાધનાનાં સોપાન એકેન્દ્રિય જીવ અજ્ઞાનથી કર્મના ઉદયને પરાધીનપણે વેદે છે. અને ઉપસર્ગ દ્વારા અપાવે છે. સાધકે ધર્મના ભાવથી કર્મનો ક્ષય થાય તેવી રીતે ઉપસર્ગો સહન કરવાં જોઈએ.
મોક્ષભાવે ધર્મક્રિયા ન થાય તો પુણ્ય બંધાય પણ મુક્તિ ન થાય. જેવું લક્ષ્ય તેવું પરિણામ હોય છે. ક્રિયા સાધન છે. ક્રિયા હશે તેવા તમે બનવાના નથી. તમારું લક્ષ્ય શું છે તેના પર ક્રિયાનું પરિણામ છે. મોક્ષનું લક્ષ્ય હોય તેને ત્યાગ, વૈરાગ્ય હોય. ભક્તિ, તપ, સંયમ હોય.
ધર્મ અને મોક્ષનો જ્યાં પુરુષાર્થ છે ત્યાં આર્યતા છે. આર્ય દેશ છે. જ્યાં કેવળ અર્થ અને કામનો પુરુષાર્થ છે તે અનાર્યતા છે તે દેશ અનાર્ય છે.
કર્મના ઉદયથી જીવને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. મતિજ્ઞાનનો ઉપયોગ પરમાત્મ સ્વરૂપમાં જોડાશે ત્યારે તેમાં પરિવર્તન આવશે. તે જીવને ગુણસ્થાનકનું આરોહણ કરી ક્ષપકશ્રેણિ સુધી લઈ જશે. જ્યાં પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થઈ સર્વ કર્મોનો ક્ષય કરી જીવ અક્ષયપદને પ્રાપ્ત કરશે.
મતિજ્ઞાનનો ઉદ્દભવ આત્મ પ્રદેશથી છે, પરંતુ આવરણયુક્ત હોવાથી તેનો બીજી જ ક્ષણે વ્યય થતો હોવાથી વિનાશી છે. જ્યારે કેવળજ્ઞાન પણ આત્મપ્રદેશોમાંથી ઉદ્દભવે છે, પરંતુ ઘાતકર્મના આવરણરહિત હોવાથી નિત્ય છે.
આત્મા સાથે કર્મનો બદ્ધ, સ્પર્શ અને તદ્રુપ સંબંધ છે. શરીર અને આત્મા બદ્ધ સંબંધથી છે, અન્ય પદાર્થો સ્પર્શ સંબંધથી છે. શરીર, મન, કર્મ અને આત્મા આ સર્વે બદ્ધ સંબંધથી છે. જે સાંયોગિક છે. છૂટા પડે છે. આત્મા અને જ્ઞાન તદ્રુપ સંબંધથી છે. જે છૂટા પડતા નથી.
નવા કર્મો આવતાં અટકે એટલે સત્તામાં રહેલાં કર્મો ખપવા માંડે. આમ કર્મની સત્તા પ્રદેશોદયથી અને વિપાકોદયથી ખતમ થવા માંડે છે.
કર્મના ગ્રંથો સમજવાની જરૂર છે. આપણા અધ્યવસાય તે સ્થાનકોના ભેદ સમજવા માટે છે. કેવા અધ્યવસાયો વર્તે છે. અને કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org