________________
૨૪૮
સ્વરૂપસાધનાનાં સોપાન
જ્ઞાનથી જોઈ શકાતા નથી. જ્યાં સુધી મન અને બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી ઘાતી કર્મોનો નાશ થતો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાન અને સિદ્ધત્વ સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી બુદ્ધિ સૂક્ષ્મ થતી નથી. માટે બુદ્ધિનો ઉપયોગ અને પુરુષાર્થ ઘાતી કર્મને કાપવા માટે કરવો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ઘાતકર્મો વિષમ સ્વરૂપ છે. તેનો નાશ થવાથી કેવળી પરમાત્માનો ઉપયોગ સમસ્વરૂપ બને છે. ભલે અઘાતી કર્મોનો ઉદય વર્તતો હોય.
જે જીવો સમકિત પામ્યા નથી તે, તીર્થકરનો સમાગમ (દર્શનપૂજન) કરતા નથી તે જીવો મનુષ્ય હોવા છતાં તેમની દશા પશુ જેવી દયનીય છે. કેવળજ્ઞાન થયા પછી ઘાતી કે અઘાતી કોઈ કર્મ ખપાવવાનો પુરુષાર્થ કરવાનો નથી. જે જે પરમાણુ સાથે હજી ઋણાનુબંધ છે, તે પણ વીતરાગભાવમાં રહીને ચૂકવાઈ જાય છે.
કર્મ પણ યોગ બને છે ત્યારે તે જીવ અન્યને પીડા આપી શકતો નથી. સંસારી જીવો સાથેનો સંબંધ સજ્જનતાભર્યો રાખવો. પૂર્વ પુણ્યના યોગે દેવગુરુ તત્ત્વનો યોગ થયો છે. ઉપર પ્રમાણે કર્મયોગ ન ટકાવે તો આ પુણ્યયોગ પણ નષ્ટ થઈ જાય. કર્મયોગીનું કરેલું દાન તેને દાનેશ્વરી બનાવે છે. અશુભકર્મ દાનનો ભાવ થવા ન દે ત્યારે અંતરાય કર્મનું ઉપાર્જન થાય છે. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરીને જ્ઞાનદાન વડે કર્મયોગ સેવાય છે. આથી કર્મ માત્ર કોઈ અત્યંત સુકવસ્તુ નથી. પણ જીવમાં જો ધર્મભાવના નથી તો કર્મ પરિભ્રમણનું કારણ છે.
દેવ-પરમાત્મા જેવા સ્વરૂપને અનેક પર્યાયો વડે જાણવા મળે છે તે મહા પુણ્યયોગ છે.
મન, વચન, કાયા છે, તેમાં મનોયોગ આત્માની તદ્દન નજીક છે, તેમાં વિવેક રાખવાનો છે. વચનયોગ અને કાયયોગ મનોયોગ કરતાં દૂરના છે. તે પરિમિત શક્તિવાળા છે. જીવ જો વિવેક ન રાખે તો આ યોગ અસંક્ષિપણાને પામે, એટલે ફક્ત કાઢ્યોગ (એકેન્દ્રિયપણું) પામે.
ધર્મમાર્ગનું કુપથ્ય દુર્જનતા છે. ધર્મમાં સજ્જનતા અને પરોપકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org