________________
મોક્ષને બાધક તત્ત્વ શું છે ? તે સમજી લઈએ
૨૪૫ ઉદયકાળે બંધ ન થાય તો બંધ ઉદયનું વિષચક્ર તૂટે. ક્રમે ક્રમે નિર્જરા થઈ સર્વથા કર્મનો ક્ષય થાય, ત્યારે જીવ સંસારથી મુક્ત થાય. પરમાર્થથી મોક્ષ એક સમયનો છે. બીજા સમયે સ્વરૂપરમણતા છે. બીજા સમયે મોક્ષ નથી. જો એમ હોય તો દરેક વખતે આગળના સમયે બંધ લાગુ પડે. પણ તેમ નથી. એટલે સમયસારમાં મોક્ષતત્ત્વને નાટકમાં લીધું. બંધ નથી તો મોક્ષ નથી. બંધ સાપેક્ષ મોક્ષ છે. એટલે સમયસારમાં નવ તત્ત્વો એ જીવની પલટાતી અવસ્થાઓ કહી. જીવ નવતત્ત્વોથી અતીત થઈને સિદ્ધ પરમાત્મા થાય છે. મોક્ષતત્ત્વ બંધ સાપેક્ષ હોવાથી સિદ્ધ અવસ્થામાં લાગુ ન પડે.
સંસારમાં તન્મય થઈને રહીએ છીએ, પરંતુ તેમાં પરરૂપ થતા નથી. પણ જો મોક્ષમાર્ગમાં તન્મય થઈ જઈએ તો દેહાતીત, પર-અતીત થવાય છે. માસક્ષમણ જેવા આરાધનમાં દેહ નથી જોઈતો એવો ભાવ પ્રધાન રહે તો દેહભાવ જરૂર નબળો બને. અંતે દેહભાવ સર્વથા નષ્ટ થાય તે તપોબળનું રહસ્ય છે. દેહ નથી જોઈતો, સંસારભોગ કે સંસારભાવ નથી જોઈતો તેવો નિર્ણય થતો નથી.
મોક્ષમાર્ગમાં મનાદિ ત્રણે યોગ સાધન છે, સાધ્ય નથી. સાધ્યની પ્રાપ્તિ પછી સાધન છૂટી જાય છે. સાધન-સાધ્યનું ઐક્ય પરાશ્રિત નથી. કેવળજ્ઞાન, મોક્ષ એ નિરપેક્ષ સાધ્ય છે. તે પ્રાપ્ત થતા પૂર્વેની અવસ્થાઓ સાપેક્ષ સાધન-સાધ્ય છે. જેમ કે સમ્યગ્દર્શન તે ભૂમિકાએ સાપેક્ષ સાધન છે. માટે સાધન - સાધ્યની તરતમતાના ભેદમાં રોકાવું નહિ પણ સાધ્યને જ મુખ્ય કરવું. તો સાધનો સરખાં ફળ આપશે.
આ કાળમાં આ ક્ષેત્રે આ ભવમાં મોક્ષ મળો કે ન મળો, તે ભવિતવ્યતા ઉપર છે, પણ આ કાળે આ ભવમાં ધર્મપુરુષાર્થ કરવા માટે હરેક પળ સ્વાધીન છે. પંચાચારના પાલન વડે, નિરારંભી થઈ, અપરિગ્રહી બની, જિતેન્દ્રિયતા સાધી શુદ્ધ ચિત્ત વડે આત્મવેદન કરો :
હું દેહસ્વરૂપ નથી. મારે દેહ ન જોઈએ. હું પરમાત્મસ્વરૂપ છું, અને મારે તે જ પદ પામવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org