________________
મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ
૨૪૩ ઉદય વેદવાનો છે. જ્ઞાનદશામાં જીવ કર્મના ઉદયને - વિભાવદશાને પોતાની માનતો ન હોવાથી વેદતો નથી. જીવના ઉપયોગમાં વિભાવદશા ભળે તો વિભાવદશા વેદાય છે. જ્ઞાની પ્રજ્ઞા વડે કર્મના ઉદયને અને ઉપયોગને છૂટા પાડી કર્મના ઉદયને વેદતા નથી. માત્ર જ્ઞાનદશાને વેદે છે.
જ્ઞાનાવરણીય કર્મની હાજરી હોય તોપણ શ્રત કેવળી થઈ શકાય છે. પણ મોહનીયની હાજરીમાં જીવ સર્વજ્ઞ થઈ શકતો નથી. દિવ્યજ્ઞાનવાળા મુનિજનો મનથી પૂરું વિચારી શકતા હોય, વાણીથી પૂરું બોલી શકતા હોય તે પૂર્ણ દ્વાદશાંગીનું શ્રુતજ્ઞાન છે. આત્માનું મૂળ સ્વરૂપ મોહનીય કર્મથી આવરાયેલું છે. શાતાના યોગમાં દેહમાં સુખબુદ્ધિ ન થવી તે નિર્મોહ થવાનો અભ્યાસ છે.
આઠ કર્મના ઉદયરૂપ સ્વરૂપ કેવું છે, અને દબાયેલું સ્વરૂપ કેવું છે, તે કર્મગ્રંથો વડે જાણવું. જન્મ-મરણ, ઉત્પાદ-વ્યય જે ક્રમ ચાલુ છે. એવી અવસ્થાથી મુક્ત થવું.
અંતરાય કર્મ = ઇચ્છા થાય તે મળે નહિ તે અંતરાય. પ્રાપ્ત કરવાની ઇચ્છાથી પ્રયત્ન થાય પણ તેમાં વિઘ્ન આવે તે અંતરાય. સાંસારિક ભાવથી ઈચ્છા દેહાદિ માટે થાય છે. હવે દેહ તો વિનાશી છે તો પછી તેની ઈચ્છા શા માટે કરવી? આથી ઈચ્છા નિરોધ તપ બતાવ્યું છે.
વિશ્વમાં કેટલાક પૌગલિક પદાર્થો ઉપકારી છે. જેમ કે ધાર્મિક ઉપકરણ વગેરે, મંગલકારી છે. ભેદજ્ઞાનની અપેક્ષાએ જડ-ચેતન દ્રવ્યની વહેંચણી વિરુદ્ધ ગુણ-ધર્મની અપેક્ષાએ કરવી તે જુદી વાત છે, પરંતુ જેમ શાસ્ત્રાદિ પદાર્થોની સામગ્રી પદ્ગલિક છે છતાં ઉપયોગી છે. પરંતુ અધિકરણરૂપ પૌદ્ગલિક પદાર્થોમાં આત્મબુદ્ધિ કરી સ્વસ્વરૂપને ભૂલવું તે અપરાધ છે. પૌગલિક પદાર્થોનો ઉપયોગ કથંચિત સ્વરૂપ પ્રાપ્તિ માટે પરંપરાએ બનાવવો તે કળા છે. પુદ્ગલ દ્રવ્ય સર્વસ્વ છે એમ માનવું તે મોહનું સ્થાન છે. તે કર્મબંધનું કારણ છે.
જીવના કર્મબંધમાં રસરૂપ થનાર કષાયભાવ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં, આરંભ-સમારંભમાં, પરિગ્રહના સેવન ગ્રહણ કે રક્ષણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org