________________
૨૪૨
સ્વરૂપસાધનાનાં સોપાન પ્રકૃતિઓનો ક્ષયોપશમ કરી, અનુક્રમે શુદ્ધ થઈ ક્ષાવિકભાવ આવે તે પરમશુદ્ધિ છે. દશ્ય જગતમાં અઘાતીભાવ છે તે સ્વયં આત્મગુણનો ઘાત નથી કરતા. ઘાતકર્મના ભાવ દ્વારા તે દૃશ્ય જગત - શેય પદાર્થો નિમિત્ત બને છે. જો જીવ મોહનીયના ઘાતીભાવ ત્યજી દે તો દૃશ્ય જગત, બાહ્ય વ્યવહાર, અઘાતીનાભાવ તમને કંઈ કરી શકતા નથી. આત્મા ઉપયોગ પ્રધાન છે. તેથી ચારે ઘાતકમમાં ઉપયોગ ભમે તો પાપ પ્રકૃતિ રહે છે.
સત્તામાંથી ઘાતકર્મોનો નાશ થાય ત્યારે શુદ્ધ ઉપયોગપણે ચૈતન્ય શક્તિ બને છે. ઘાતકમને કેવળ પાપરૂપ સમજવી તે જીવન જ પાપમય છે. મોહનીય કર્મની સત્તા એકથી દસ ગુણસ્થાનક સુધી રહે છે. જ્ઞાનશાસ્ત્ર ભણવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, પણ ક્ષય ન થાય. મોહનીયના ક્ષયથી જ્ઞાનાવરણીયનો સર્વથા ક્ષય થાય. જ્ઞાન પ્રકાશ આપે પણ સ્વરૂપ જ્ઞાનથી મોહનીયનો નાશ થાય છે. માટે શાસ્ત્ર જ્ઞાનથી કાર્ય થયું છે તેમ ન માનવું. શુદ્ધજ્ઞાન વડે સ્વરૂપના ભોક્તા થવાય.
જ્ઞાનાવરણીય કર્મનો ઉદય = તે તે વિષયનું જ્ઞાન ન હોય. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ - તે તે વિષયનું અભ્યાધિક જ્ઞાન હોય. મોહનીય કર્મનો ઉદય એ પાપતત્ત્વ દર્શન મોહનીયના ઉદયમાં મિથ્યાત્વનું વેદન હોય છે. દર્શન મોહનીયનો ક્ષયોપશમ હોય તો સમ્યક્ત્વ મોહનીયનું વેદન હોય. દર્શનાવરણીયના ક્ષયોપશમ દ્વારા પાંચે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન મળે છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ એ સંસ્કાર પવિત્રતાનો છે. જ્ઞાનાવરણીય કર્મમાં દ્વાદશાંગી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ થાય તો તે મહાન પુણ્યોદય છે. અર્થ-કામનો ક્ષયોપશમ પાપ રૂપ છે.
ઘાતી-અઘાતી કર્મોના ઉદય વખતે દેહભાવ - સંસારભાવ, મોહભાવ રહે છે કે આત્મભાવ તેનો વિવેક કરવાનો છે. કર્મથી ભિન્ન એવો આત્મભાવ-સાક્ષીભાવ છે. ક્ષણિક અવસ્થાઓ મારી નથી. હું એનાથી ભિન્ન છું. ક્ષણિક અવસ્થાઓ ક્ષણિક હોવાથી સ્વપ્નવત્ કહી છે.
કર્મનો ઉદય હોય પણ તેને પર માની તેના સાક્ષી થવું. તો ધર્મની શરૂઆત થાય. જીવને કર્મની સત્તા વેદવાની નથી પણ કર્મનો વિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org