________________
મોક્ષને બાધક તત્ત્વ શું છે? તે સમજી લઈએ
૨૪૧ જીવ ગમે તે કુળનો હોય, પણ તે ઉચ્ચતા પામે છે. કારણ કે તેમણે સંસારભાવ છોડ્યો છે. જેમ હલકા કુળમાં જન્મેલ પાત્ર જો ઉચ્ચ કુળમાં લગ્ન કરે તો તે ઉચ્ચ ગોત્રવાળું મનાય છે. આમ ગોત્રમાં પરિવર્તન થયા કરે છે, આખરે તે કર્મપ્રકૃતિ છે.
વૈભવ - સત્તા - સમૃદ્ધિ એ અઘાતી કર્મોનો પુણ્યોદય છે. ઘાતકર્મનો ક્ષય અહિંસા - પ્રેમ - વાત્સલ્ય જેવા ગુણો દ્વારા થાય છે. અઘાતકર્મમાં પાંચ શરીરની નામ કર્મ પ્રકૃતિ છે. તેજસ કામણશરીરથી સંસાર ચાલતો નથી, તે અન્ય શરીરોના સંચાલક છે. તેજસ કાર્પણ શરીર નિગોદના શરીર કરતાં પણ સૂક્ષ્મ છે. તેથી નિગોદના જીવના શરીરને તેજસ કામણ શરીર લાગુ પડે છે.
જીવ પોતે ભાવ-પરિણામ કરી ગ્રહણ કરેલા કામણવર્ગણાના પ્રદેશ સ્કંધો છે તેમાં સ્થિતિ, પ્રકૃતિ અને રસ દાખલ કરે છે, તેમાં જીવના ભાવો નૈમિત્તિક છે. અને નિમિત્ત કારણ કાર્મણવર્ગણાના સ્કંધો છે. જેને કર્મ કહીએ છીએ. જ્યારે તે બાંધેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે કર્મ નિમિત્ત બને છે. જીવ પોતે પ્રકૃતિ અને રસનો ભોક્તા બને છે.
આયુષ્યકર્મ એટલે જીવને તેટલો સમય શરીરમાં રહેવાનો કાળ, પુગલનો જે બદ્ધ સંબંધ છે, તેથી જીવને આયુષ્ય પ્રમાણે શરીરમાં રહેવું પડે છે. પુદ્ગલ સ્કંધો જે બદ્ધ સંબંધમાં આવે છે પછી તે ક્રમે ક્રમે ભોગવાતા અસંખ્યાત કાળ પછી અપેક્ષાએ છૂટા પડે છે. જોકે તેનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ હોય છે. જે સમય પાકે જુદું પડે છે. આ બદ્ધભાવ જીવના સહજ સ્વરૂપમાં નથી.'
મનોયોગનો વ્યાપાર, ઉપયોગની વિકળતા તે સર્વે ઘાતકર્મનો પ્રકાર છે. દશ્ય જગતનો લોકવ્યવહારનો પ્રકાર તે અઘાતીકર્મનો પ્રકાર છે. જેમાં કાય અને વચનયોગની મુખ્યતા છે. જ્ઞાનને આવરણ કરે, અથવા જ્ઞાનનું વદન થવા ન દે તે ઘાતકર્મની પ્રકૃતિ છે. તે મોહનીયના ભાવની વિશેષતા છે. સ્વરૂપના ગુણનો ઘાત એ જ મુખ્ય પાપ તત્ત્વ છે. અઘાતીમાં અશુભને બદલે શુભ પ્રકૃતિનો ઉદય તે પુણ્યતત્ત્વ છે. ઘાતકર્મમાં પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org