________________
* ૯. મોક્ષને બાધક તત્વ શું છે ?
આ તે સમજી લઈએ વિભાવદશાને કારણે જીવ કર્મનો કર્તા થઈ ભોક્તા બને છે
જીવ અનાદિથી છે. કર્મ અનાદિથી છે. છતાં આત્મસત્તા બળવાન હોવાથી કર્મ નાશ પામે છે ત્યારે આત્મા પરથી કર્મ સત્તા છોડી દે છે. કર્મસત્તા હોય ત્યાં સુધી જીવ અનેક પ્રકારનાં કર્મોથી આવૃત્ત થાય છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી કર્મનો પ્રવાહ આવે છે. તે આશ્રવ છે. વાસ્તવમાં આશ્રવ અને બંધ એક સમયે છે. તેની ભિન્નતા કારણ અને કાર્યથી છે. આશ્રવ કારણ બને છે. બંધ કાર્ય છે. આશ્રય બે પ્રકારે છે. શુભાશ્રવ, અશુભાશ્રવ, પુણ્ય અને પાપ) સાધકે પાપનો સંવર કરવાનો છે. પુણ્ય આશ્રવ છતાં તેનો સંવર કરવાનો નથી. પુણ્યનો સદ્દઉપયોગ કરવાનો છે. ગૃહસ્થ પરિગ્રહવાળો છે. જો દાનાદિ કાર્યો કરે તો ભોગનું પાપ મંદ પડે. પૂર્વનું પુણ્ય આ જન્મમાં સુખસમૃદ્ધિ આપે છે. અને આ જન્મનું સુકૃત્ય નવું નિર્માણ કરે છે. ધર્મ પાપના ઉદયને નિર્જરવા અને નવું ન બંધાય તેને માટે છે. ધર્મ પુણ્યને રોકવા માટે નથી. પણ તેને સાધન માની મોક્ષમાર્ગે નિર્વિબે ચાલ્યા જવાનું છે. પુણ્યને ક્ષણિક - અનિત્ય સમજીને ભોગ ન કરતાં યોગ માર્ગ લેવાનો છે.
સંસારમાં પુણ્યના ઉદયથી સુખ-આનંદ આવે તે રતિ-મોહનીય કર્મ છે. ધર્મભાવથી ત્યાગાદિમાં ભલે કષ્ટ હોય પણ પ્રસન્નતા રહે તે આત્મજાનત છે. પુણ્યના ભોક્તા થવાથી સાધક અને સાધનાની પૂર્ણાહુતિ થાય છે. પુણ્ય બાંધવાનું લક્ષ્ય આશ્રવ છે તે હેય છે. શુભભાવથી પુણ્યાશ્રવ થશે. પરંતુ આત્મ સ્વક્ષેત્ર કાળ ભાવે રહે તો તે બંધન કરતા નથી. જો તે પુણ્યના યોગમાં પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કર્તાભોક્તા થયો તો પરિણામે દુ:ખ પામશે. આત્માને રાગાદિભાવોથી મુક્ત કરવાનો છે.
દેહ કે મનના દુઃખનું વેદન પાપના ઉદય સિવાય આવતું નથી. પુણ્યનો ઉદય અસ્તરૂપ હોય છે. ક્લેશ સંતાપ આદિ માનસિક દુ:ખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org