________________
૨૩૮
સ્વરૂપસાધનાનાં સોપાન
જ્ઞાનનો વિષય બને તે જ્ઞેય કહેવાય. વિશ્વમાં જે પદાર્થોનું અસ્તિત્વ છે તે જ્ઞેય છે. છાસ્થ માટે કેવળજ્ઞાન જ્ઞેયરૂપ છે. જ્યારે પ૨પદાર્થો જે શેયરૂપ હતા તે શેય જ રહે છે, જ્ઞાનરૂપે બનતા નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થતા શેય, જ્ઞાનસ્વરૂપ બને છે.
હું જડ નથી પણ ચૈતન્ય છું. હું પરમાત્મ સ્વરૂપે છું તેમ મોક્ષના ઉપાયમાં શ્રદ્ધા કરવાની છે.
જ્ઞાન ઉપર જેમ જ્ઞાનાવરણીયકર્મનું આવરણ છે, તેમ મોહનીયકર્મનું પ્રબળ આવરણ છે. છદ્મસ્થના જ્ઞાનનો આધાર આત્મ દ્રવ્ય છે. છતાં જે જ્ઞાનની પર્યાયોમાં ઉત્પાદ વ્યય છે તે જ્ઞાન અપૂર્ણ છે. વિષયનું અલ્પજ્ઞાન તે માત્ર અજ્ઞાન નથી. મોહાદિભાવનું જ્ઞાનમાં ભળવું તે અજ્ઞાન છે. કેવળજ્ઞાન પૂર્ણ પ્રકાશક છે. અપૂર્ણજ્ઞાન એટલે જેટલું પ્રકાશી શકે તેના કરતાં અનંતગણું બાકી છે. સૂર્યનો પ્રકાશ શ્રેષ્ઠ ગણાય તોપણ તે ચૌદરાલોકના અસંખ્યાતના ભાગે પ્રકાશે છે.
પરમાતત્ત્વ જે સદાયે વિદ્યમાન છે તેના અવલંબને સાધના કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી સ્વરૂપ સાથે અભેદ થવું. દેવની જેમ ગુરુ અને શાસ્ત્રનું અવલંબન લેવાનું છે. છતાં તે આત્માથી પર છે. જીવે સ્વયં પરમાત્મ બનવાનું છે. કૃતકૃત્ય થવાનું છે. નિરાવરણ થઈ મુક્ત થવાનું છે.
વિચાર પણ પરિગ્રહ છે. નસંગ્રહ સ્થૂલ છે. વિચારસંગ્રહ સૂક્ષ્મ છે.
ત્યાગમાં જે છૂટે છે તે નિર્મૂલ્ય છે. જેની ઉપલબ્ધિ થાય છે તે અમૂલ્ય છે ત્યાગથી બંધન છૂટે છે ને મુક્તિ મળે છે તુચ્છને છોડવાનું છે ને સર્વસ્વને મેળવવાનું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainellibrary.org