________________
૨૨૬
સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનાવરણીય કર્મમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા છે. પરંતુ જ્ઞાનમાં બંધ આદિ નથી. જ્ઞાન તો જીવને ત્રિકાળ વર્તે છે. જ્ઞાનમાં વિકારો દૂર થાય તે પુરુષાર્થ છે. વીતરાગતા આવે, વિકારો હઠે. વીતરાગતા લાવવા માટે ધર્મ પુરુષાર્થ છે. જેમાંથી મોક્ષ પ્રગટે છે. અપૂર્ણજ્ઞાન અને વિપરીત જ્ઞાનમાં અહમ્ કર્યો છે તે ટાળવાનો છે, જેથી જ્ઞાન નિર્મળ બને.
ભલે જીવ સંસારી હોય પણ જ્ઞાન વગરનો નથી. સુખ વગરનો છે. કારણ જ્ઞાન નિર્મળ નથી, નિર્બળ છે. કેવળજ્ઞાનમાં સાધ્ય, સાધન, સાધક અભેદ બને છે. જીવ નિશ્ચયથી માત્ર જ્ઞાનસ્વરૂપ નથી આનંદ સ્વરૂપ છે. અધ્યાત્મના દરેક સૂત્રથી આત્માને પ્રાપ્ત કરી શકાય છે. જે વાક્ય સૂત્રનો અર્થ કરી તમે સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી ભવનો અંત કરો તે સૂત્ર સિદ્ધાંત બરોબર છે.
ક્ષપકશ્રેણિ સુધી શુક્લ ધ્યાન શુદ્ધના લક્ષ્ય શુદ્ધભાવ કહેવાય, નિશ્ચયથી તો નિરાવરણ જ્ઞાન શુદ્ધ છે. કેવળજ્ઞાનમાં ઉપયોગ શુદ્ધ છે. અઘાતકર્મના ઉદયથી યોગ હોવાથી શાતા આદિ શુભ કહેવાય. સિદ્ધ થયા પછી પ્રદેશશુદ્ધિ કહેવાય. કેવળી ભગવંતનો યોગ નિરારંભી, નિષ્પરિગ્રહી કહેવાય. અન્ય જીવોને ઉપકારી કહેવાય.
પૂર્ણજ્ઞાનીને જગતની રચના બરાબર લાગે છે. તેમાં કંઈ ઠીક કરવાનું નથી. પૂર્ણ સ્થિર થવાથી જગત સ્થિર લાગે છે. તે સિવાય જીવોને જગત બગડેલું લાગે છે. એટલે તેને સુધારવાની મથામણ કરે છે.
અધ્યાત્મભાવે વિચારતા સર્વ જીવો સ્વભાવથી સમાન-અભેદ છે, દેહભાવે જોતા અનેક વિચિત્રતા અને ભેદ છે. પુદ્ગલના પરમાણુઓ પણ સર્વજ્ઞના જ્ઞાનની ઉપચરિત આકૃતિ છે. તેમના જ્ઞાનમાં તે પ્રતિબિંબિત થાય છે, તેમાં ભોગ બુદ્ધિ કેમ કરાય?
જગત શેય મૂર્તિ છે. સિદ્ધ જીવ જ્ઞાનમૂર્તિ છે.
અનાદિકાળથી જીવ અવળો ચાલ્યો છે. કેવળી ભગવંતે જે સમજાવ્યું તેને ધારણ કરી સાધ્ય કરવાનું છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ અભેદ છે. જ્યાં યોગક્રિયા ઉપયોગરૂપ ક્રિયા ના હોય. એટલે કેવળીભગવંતોને યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org