________________
કેવળજ્ઞાન નિરાવરણાન
પહોંચે છે. બાધારહિત થવા સમ્યજ્ઞાનની જાગૃતિ જરૂરી છે. કેવળજ્ઞાનમાં ઉજાગર દશા હોવાથી બાધા પહોંચે નહિ. આત્મામાં જો કેવળજ્ઞાન બનતું હોય તો તે આત્માની આત્યંતિક નિર્દોષતાથી / આનંદથી બને છે. આત્માના ઉપાદાન કારણમાં જ્ઞાન માનો છે તેમ આનંદને માનવો જોઈએ. આત્માનો આનંદ પ્રાપ્ત થવા માટે વિવેકસહ આત્મજ્ઞાન સમ્યજ્ઞાન છે. આનંદ કારણ છે, અને જ્ઞાન નિરાવરણ થાય ત્યારે તે કાર્યરૂપ છે. પૂર્ણ જ્ઞાન આનંદ એ અંતિમ કાર્ય છે.
વાસ્તવમાં જ્ઞાન આનંદ છે. જ્ઞાન નિરાવરણ બને તેનું નામ આનંદ. કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મથી ઢંકાયેલું છે. જ્ઞાનાવરણનું કારણ મોહનીય છે. માટે પ્રથમ મોહનીય કર્મ હઠાવવાનું છે. મોહભાવ જવાથી જ્ઞાનાવરણીય અને મોહનીય બંને નાશ પામે છે. કોઈ પણ વિષયના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કામી, મોહી, કીડી-જંતુ કરી શકે છે. જ્ઞાનના ક્ષયોપશમથી મતિજ્ઞાનનો ક્ષયોપશમ થાય છે. પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મ જતું નથી. મોહનીયકર્મના સર્વથા નાશથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મનોયોગના વિચાર, લાગણી, સંયમ, અસંયમ સુખદુઃખના, રાગના ભાવ વગેરે જેટલા ભાંગા છે તે દરેકને સાધનાના પ્રયોગમાં સમાવેલા છે. ૦ વિચાર-બુદ્ધિ છે તો જ્ઞાનયોગની સાધના કરો.
૦ લાગણી છે તો ભક્તિયોગની સાધના કરો.
-
..
૦ મનમાં સુખદ દુઃખદ ભાવ ઉઠે છે તો કર્મયોગની સાધના કરો. ૦ અસંયમ ટાળવા સમતિ ગુપ્તિની સાધના કરો.
૦ રાગ છે તો વૈરાગ્યની સાધના કરો.
Jain Education International
-
આમ ભલે સાધનો ઉપાયો અનેક હોય પણ સાધ્ય એક જ હોય. માટે સાધનનો આગ્રહ ન રાખવો. તે અવલંબન માટે છે. આખરે નિરાવરણ જ્ઞાન પામવા માટે સાધ્યની જ મુખ્યતા છે.
ભૂત ભવિષ્ય નિરપેક્ષ જે વર્તમાનમાં (સ્વકાળમાં) જીવે તે જ્ઞાતાદ્રષ્ટા છે. પરદ્રવ્ય ક્ષેત્ર કાળમાં વર્તમાનનો ઉપયોગ આવી જાય તો જ્ઞાતાદ્રષ્ટાપણું ન ટકે. જ્ઞાતાદ્રષ્ટા એટલે ૫૨ દ્રવ્ય સંબંધી અકર્તા-અભોક્તા. પરદ્રવ્યને
-
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org