________________
કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન
૨૨૩ છે. તે અવસ્થાને પ્રગટ કરવા જે જે સાધનો છે કે અધ્યવસાયો છે તે વ્યાવહારિક સત્ય છે. પરમાત્માના દ્રવ્ય નિક્ષેપોમાં ઉત્તમ ભાવ આવે તે અધિકાર શ્રેષ્ઠ છે. અનંત જન્મો ધારણ કર્યા પણ એક પણ દેહ આત્માર્થે યોજ્યો નથી. જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને દેહ છોડે તે અજન્મા થાય. હવે દેહ ન જોઈએ, તેવી ઝૂરણા થાય, મમત્વ છૂટે. કષાયથી મમત્વ ટકે છે. કષાયનો સર્વથા નાશ થાય મોક્ષ થાય.
મતિયુત અવધિ અને મન:પર્યવજ્ઞાનને ઓદયિક તથા ક્ષયોપથમિક ભાવ હોય છે. ક્ષાયિકભાવ નથી. કેવળજ્ઞાનમાં ઔદયિક અને ક્ષાવિકભાવ હોય છે. ક્ષયોપશમભાવ નથી. કર્મની અભ્યાધિકતા તે ક્ષયોપશમ નહિ પણ જેટલું નિરાવરણપણું તેટલો ક્ષયોપશમ ભાવ કહેવાય. પ્રથમના ચાર જ્ઞાનને માટે સમજવું. (અહીં ભાવની વાત છે સમકિતની નહિ) શ્રયોપશમભાવ ઉત્કૃષ્ટપણે સધાય તો ક્ષાયિકભાવ આવે. ક્ષયોપશમ ભાવથી નીચે ઊતરે તો સંસારવૃદ્ધિ પામે.
મતિજ્ઞાનઃ વિચારવું, મતિજ્ઞાનના બધા ભેદો વિચારની પર્યાયો છે. ધ્યાન પણ વિચાર-ચિંતનનો ભેદ છે. ધ્યેયરૂપ પદાર્થ સાથે ધ્યાનનો સંબંધ છે. આહારાદિ સંજ્ઞાઓ મતિજ્ઞાનની અવસ્થાઓ છે. અનંત શક્તિરૂપ સિદ્ધત્વના ભાવબળે અપૂર્ણ, આંશિકભેદરૂપ, અશુદ્ધ, મતિજ્ઞાન, સીમિતમાંથી અસીમ અભેદ બને છે. તે કેવળજ્ઞાન છે.
શ્રુતજ્ઞાન : કોઈ પણ પદાર્થના અસ્તિત્વનું નામ હોય છે, તેનો ઉચ્ચાર તે શબ્દ છે. શબ્દ એ પુદ્ગલનો ગુણ છે. જ્ઞાનનો શબ્દ સાથે સાંયોગિક સંબંધ છે. શ્રુતજ્ઞાન શાબ્દિક જ્ઞાન છે. બોલતું જ્ઞાન છે. તે સિવાયના મતિ, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચારે શબ્દથી મુક્ત છે. એ ચારે જ્ઞાનને સમજાવવા શ્રુતજ્ઞાન જરૂરી છે. શ્રુતજ્ઞાનમાં સાંભળવું, બોલવું, વાચવું, લખવું એ પર્યાયો છે. પાંચ ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન - વિષયભોગ એ સંસારીઓનો સંયોગ સંબંધ છે. જે પરાધીન છે. કેવળજ્ઞાન સ્વાધીન છે. શ્રુતજ્ઞાન એટલે મતિ, અવધિ, મન:પર્યવજ્ઞાનની બોલતી મૂર્તિ સમાન. શ્રુતજ્ઞાન મોક્ષમાર્ગનું સાધન છે. તેમાં આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org