________________
કેવળજ્ઞાન
નિરાવરણજ્ઞાન
પરિણમે છે. માત્ર દેહના દુ:ખ ભોગવીને કે ઉપભોગ કરીને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. આત્મિક સુખના વેદનથી કેવળજ્ઞાન સુધી પહોંચાય છે. મનોયોગના અસંખ્ય અધ્યવસાયો છે. જે અસાધારણ કારણ છે. તેને મોક્ષ પ્રત્યે દોરવાના છે.
અવિધ અને મન:પર્યવજ્ઞાનની લબ્ધિઓ ફક્ત આત્મિક વિકાસની નિશાની છે. પણ તે મોક્ષમાર્ગના સાધન નથી. મન:પર્યવજ્ઞાનની શુદ્ધિ એવી છે કે તે મુનિ કેવળજ્ઞાનને પામે છે. આત્માનું નિષ્કષાયી થવું તે મોક્ષનું અસાધારણ કારણ છે. લબ્ધિ બાધક છે. લબ્ધિના ઉપયોગ સમયે મહામુનિ પણ ક્ષપકશ્રેણિ માંડી શકતા નથી. મતિજ્ઞાનના ઉપયોગની શુદ્ધિ દ્વારા શુક્લધ્યાન વડે ક્ષપકશ્રેણિ મંડાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે સંજ્વલન કષાયને કારણે પ્રમત્ત દશા છે, તેથી કેવળજ્ઞાન અટકે છે.
૨૨૧
જ્ઞાનની અનેક અવસ્થાઓ છે, પર્યાયો છે તે કર્તાભોક્તાભાવે વિનષ્ટ છે. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન તો ઊભું જ રહે છે. ક્રોધાદિ થયા પછી, એ અવસ્થા બદલાય તોપણ જ્ઞાન જાણે છે કે ક્રોધ થયો હતો.
જે મતિજ્ઞાનના ઉપયોગ વડે સમભાવને આકાર આપે છે, તે કષાય મુક્ત થઈ વીતરાગ બને છે. જેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ઇચ્છા મતિજ્ઞાનનું લક્ષણ છે. તેથી મોહનીયના ભાવે દેહના કર્તા ભોક્તાની ઇચ્છા થાય છે. તે સહજજ્ઞાનને અટકાવે છે.
ક્યારે મોક્ષ મળશે તે ઝંખનાનો વિષય છે.
કેમ મોક્ષ મળશે તે પુરુષાર્થ/બોધનો વિષય છે.
છદ્મસ્થનું મતિજ્ઞાન વર્તમાનકાળના કર્તાભોક્તા ભાવે છે બીજા સમયે તેના સ્મરણરૂપે જ્ઞાતાદ્રષ્ય થઈએ છીએ. લક્ષણથી તો જીવ જ્ઞાતાદ્રષ્ટા છે. કેવળી ભગવંત ૫૨ દ્રવ્યક્ષેત્રે જ્ઞાતાદ્રષ્ટા છે. પણ સ્વક્ષેત્રે વૈદક છે. પરક્ષેત્રે કર્તાભોક્તાભાવ નીકળે તો જ સ્વરૂપ પ્રાપ્તિ થાય.
સ્વક્ષેત્રે સ્વગુણોની સ્વાનુભૂતિમાં આત્મા સ્વસંવેદ્ય છે. પરદ્રવ્યના અનુભવમાં જ્ઞાતાદ્રષ્ટા છે. સંસારી જીવોનું પદ્રવ્યોનું ભોક્તાપણું ઉપચિરત છે, સંયોગજનિત છે. તેથી ટાળી શકાય છે. સ્વગુણોનું વેદન ટાળી શકાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org