________________
૨૧૯
કેવળજ્ઞાન - નિરાવરણજ્ઞાન છે. જીવનું સુખસ્વરૂપ એ અનંત સુખસ્વરૂપને એક સમયે એક સાથે ભોગવી મૂકે છે. સંસારી જીવ સુખ કે દુ:ખને ક્રમિક ભો”વે છે. તેથી ક્ષણિક છે.
જગતમાં પદાર્થોનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક છે. તેમાં પાંચ સમવાયકારણની અપેક્ષા છે. કારણ વગર કાર્યની નિષ્પત્તિ થતી નથી. પાંચ કારણોની ગૌણતા મુખ્યતા હોય છે.
૦ ૧. કર્મ = ક્રિયારૂપ છે. સુકૃત - દુષ્કૃત્ય એ કર્મ છે. ૦ ૨. સ્વભાવ = વસ્તુનું લક્ષણ ધર્મ - સમભાવ - વિષમભાવ. ૦ ૩. નિયતિ = ભવિતવ્યતા. ૦૪. કાળ = પરિવર્તનનો સમય. ૯ ૫. ઉદ્યમ = પુરુષાર્થ 'કર્મને = કારણ ગણીને સુકૃત કે સક્રિયા કરવી.
સ્વભાવ = કારણથી સમભાવમાં રહેવું. નિયતિ = પરિસ્થિતિનો સ્વીકાર કરી જ્ઞાતા રહેવું. કાળ = સમય પોતાનું કાર્ય કરે છે માટે ધીરજ રાખવી. ઉદ્યમ = પ્રમાદ છોડી અપ્રમત્ત થવું.
આ કારણોના આ ભાવને લક્ષ્યમાં લઈ સાધના કરવી જેથી પાપક્રિયામાં રસ ન પડે અને કર્મબંધ અટકે.
કેવળજ્ઞાની ભગવંતને પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ ન હોય. તે ફક્ત નામકર્મરૂપે હોય. અઘાતી કર્મની અસર પ્રધાનપણે પ્રદેશ પર હોય. કેવળજ્ઞાનીને ચાર અઘાતી કર્મની ઔદયિક અવસ્થા ચાલુ રહે છે. પણ પુદ્ગલભાવ હોતો નથી.
મતિજ્ઞાનના ઉપયોગમાં દરેક ભેદમાં પરમાત્માનો આકાર પાડવાની શક્તિ છે. મતિજ્ઞાનના સંકલ્પમાં મોક્ષ પામવાનો ભાવ થઈ શકે છે. અવધિ કે મન:પર્યવજ્ઞાનથી મોક્ષ મળતો નથી. મતિજ્ઞાનનો ઉપયોગ નિરંતર ચાલુ છે, પણ તે પુદ્ગલભાવમાં હોવાથી સંસાર ચાલુ રહે છે. હવે જો મતિજ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપ સાથે અભેદભાવે થાય તો શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org