________________
કેવળજ્ઞાન – નિરાવરણજ્ઞાન
૨૧૭ તેને ટકાવવા મથીને દુઃખી થઈએ છીએ. આથી સંસારને સ્વપ્નની ઉપમા આપી છે. સુખ ઈચ્છવા છતા ટળી જાય છે. દુઃખ ન ઇચ્છવા છતાં આવે છે. આ ભ્રમ વૈરાગ્યથી તૂટે છે.
નિર્વિકલ્પદશા એ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. અપેક્ષાએ જ્ઞાન વિકલ્પ અને સંકલ્પસહિત છે. પરંતુ જ્યાં સુખ-દુઃખને રાગાદિ ભાવને સંબંધ નથી ત્યાં જ્ઞાન ઉપયોગ નિર્વિકલ્પ છે. જ્ઞાનમાં મોહનીય કર્મ ભળે ત્યાં વિકલ્પ છે. કેવળજ્ઞાન ઉપયોગ છે પણ વિકલ્પ નથી. યોગ છે તેથી ઇર્યાપથ આશ્રવ છે પણ બંધ નથી.
પારમાર્થિક ધર્મની શરૂઆત મનોયોગથી થાય છે. કાયયોગ વિના મનોયોગ સંયમમાં આવતો નથી. તેથી ધર્મનો પ્રારંભ બાહ્ય ક્રિયાથી થાય છે. પરંતુ જે પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી, પ્રતિ સમય પોતે કેવળજ્ઞાન સ્વરૂપ છે તેવી શ્રદ્ધા કરતા નથી તેનું અનંતબળ કાર્યકારી થતું નથી. તેને સાધક કેમ કહેવાય?
શ્રુતજ્ઞાન શબ્દથી અને અર્થથી સમજાય છે. પરમાત્માની મૂર્તિ કરતા પણ જિનવાણી સૂક્ષ્મ અક્ષરદેહ છે. તેનું ભાવસ્વરૂપ કેવળજ્ઞાન છે. મૂર્તિ આંખનો વિષય છે. (સ્થૂલ) શબ્દ - વચન - શ્રવણનો વિષય છે. (સૂક્ષ્મ) ભાવના એ મનનો વિષય છે. સાધુ ભગવંતો સંયમની શુદ્ધતા માટે જીવનપર્યત દ્ધશાંગી પ્રમાણ જ્ઞાનારાધના કરી પરમપદની સાધના કરે છે. તે દ્વારા પરમાત્માની ભાવ પૂજા કરે છે.
૯ સ્મરણવિસ્મરણથી પરે દશા પૂર્ણ છે.
નિદ્રાવસ્થામાં કેવળજ્ઞાન થતું નથી તેથી તે દર્શનાવરણની પ્રકૃતિ ઘાતકર્મની કહી છે. નિદ્રા એ પ્રમાદ છે ત્યારે કષાયો મંદ હોય છે, પરંતુ કેવળજ્ઞાનને બાધક હોવાથી તે ઘાતકર્મમાં મનાઈ છે.
કર્યજનિત દશામાં કર્મોને ખપાવી. સત્તામાં રહેલા સ્વરૂપને પ્રગટ કરવાનું છે. કેવળજ્ઞાનને વાવવાનું કે લાવવાનું નથી સત્તામાં પડ્યું છે, તેને નિરાવરણ કરવાનું છે.
ભવિ = એટલે ભવન | પરિણમન કરનારો. જે ચોથેથી ચૌદમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org