Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 235
________________ સ્વરૂપસાધનાનાં સોપાન ગુણસ્થાનકના ભાવ-પરિણમન કરીને કેવળજ્ઞાન પામે છે. જ્યારે અભવિભવન/પરિણમન કરતો નથી. ગમે તેવા તપ સંયમ આદિ કરીને પણ પહેલે ગુણસ્થાનકે જ રહે છે. જેમ પેટીવાજાની પીન ઠરડાઈને ત્યાં જ ફર્યા કરે તેમ, અભવ્ય એ ગુણસ્થાનમાં જ રહીને ઊંચા-નીચા ભાવમાં ભમ્યા કરે છે. ૨૧૮ જીવના જ્ઞાન-દર્શનના અધ્યવસાય અનંતા છે. અવિધ અને મન:પર્યવજ્ઞાન દિવ્ય અને અતિન્દ્રિય હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના સંબંધવાળું છે. એટલે સમ નથી અપેક્ષાએ વિષમ છે, માટે કેવળી બનવાનો એક જ ઉચ્ચ ભાવ કરી કોઈ પણ ઉચ્ચ તત્ત્વને આરાધી દર્શનાદિની એકતા-સમાપત્તિ વડે કેવળજ્ઞાન પામી શકાય છે. વ્યવહાર ધર્મમાં ક્રિયાના અનેક ભેદો છે. છતાં જીવે એકભાવનું લક્ષ્ય કરવાનું છે, તે પરમાત્મ સ્વરૂપનું. સાધક સાધન વગરનો ન હોય. સાધનનો ઉપયોગ સાધ્યને સિદ્ધ કરી લે છે. મનાદિ યોગ પણ સાધન છે. ઉપદેશ એ ઉપકારી તત્ત્વ છે, એટલે ઉપદેશકને ગુરુપદ આપ્યું છે. દાનાદિ વડે પરોપકાર થઈ શકે છે, પણ ઉપદેશથી બોધ પામી જીવ સંસાર-સાગર તરી જાય છે. ચૌદપૂર્વનું જ્ઞાન પણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. મોહનીયનો ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવે જ્ઞાન પૂર્ણપણે પ્રગટે છે. મતિ આદિ ચારે જ્ઞાન ક્રમિક ઉપયોગવાળા છે તેથી અનાદિ અનંત એવા કેવળજ્ઞાનને ક્યાંથી ગ્રહણ કરી શકે ? કેવળજ્ઞાનીને દ્રવ્યમન હોય છે તે પર્યાપ્તિ નામ કર્મ છે. સંસારી જીવને દ્રવ્ય અને ભાવમન હોય છે. ત્યાં મતિજ્ઞાનાવરણીય કર્મનો અભેદ સંબંધ છે. તેથી મન એ સંસારના સંચાલનનું મથક છે. કેવળી ભગવંત અનાદિ અનંત પદાર્થોને, તેના સર્વગુણો તથા સર્વ પર્યાયોને યુગપદ્ જાણે તે છદ્મસ્થની સમજ માટે વ્યાખ્યા છે. કેવળીને જ્ઞાનમય જીવન જ ભોગરૂપ છે. અભેદપણે વર્તે છે. ૫૨ વસ્તુના ભોક્તાભાવથી કાળના પણ ભેદ પડે છે. જીવનું જ્ઞાનસ્વરૂપ કેવળજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290