________________
૧૭ર
સ્વરૂપસાધનાનાં સોપાન પ્રદેશથી સ્થિર છે. શુદ્ધ ઉપયોગમાં પૂર્ણત્વ છે. અને આનંદ છે. તે ઉપયોગ સ્વયં દુઃખમુક્ત છે.
ચક્રવર્તીની પર્યાય હો કે સર્વાર્થસિદ્ધના વિમાનના દેવોની પર્યાય હો તેમના આયુષ્ય વિનાશી છે. ગમે તેટલા સુખ સમૃદ્ધિ હો પણ વિનાશી છે. સિદ્ધ પરમાત્માની પર્યાય અવિનાશી હોવાથી તેમનું સુખ પણ અવિનાશી છે.
શ્રુતકેવળીના સમકિતમાં હાનિ વૃદ્ધિ થયા કરે. કારણ કે હજી તે અવિનાશીપણાને પામ્યા નથી ભવ્ય જીવનો સંસાર કાળાંતરે અનાદિસાંત છે. જેમાં તેત્રીસ સાગરોપમ જેવાં આયુષ્યો ક્યાંય સમાઈ જાય છે. અનંતકાળની અપેક્ષાએ એ બિંદુ જેવા છે. એટલે અનાદિસાંત પણ આત્માની અવિનાશી પર્યાય આગળ અતિ ગૌણ છે.
આત્માના પ્રદેશો પોતે જ જ્ઞાનસ્વરૂપનો આધાર છે. તે અનાદિઅનંત મહાસત્તારૂપ છે. સહભાવી જ્ઞાનાદિ ગુણો પણ અનાદિઅનંત હોવાથી મહાસત્તારૂપ છે. તેનો આધાર પણ ચૈતન્યસ્વરૂપ આત્મા છે. સંસારી અવસ્થા અવાંતર (અંતરગત સત્તારૂપ છે. તેનો આધાર તો ચેતનાના પ્રદેશો મહાસત્તા જ છે. અવાંતર સત્તા જોકે વિનાશી છે. આત્માના આધારરૂપ જે મહાસત્તા છે તેના ઉપર અને આત્માના સહભાવી ગુણો પણ જે મહાસત્તારૂપ છે તે ઉભય મહાસત્તા ઉપર અવાંતર સત્તાનો પ્રભાવ છે. સંસારીપણામાં સાધક થઈને આપણે અવાંતર સત્તાનો નાશ - કર્મસત્તાનો નાશ કરવાનો છે.
પુદ્ગલદ્રવ્યમાં પણ મહાસત્તા છે.
પુદ્ગલ દ્રવ્યમાં મહાસત્તા જડત્વરૂપે છે. એ જડનો પ્રભાવ જીવ પર પડે છે. જીવવીર્યની ફુરણા જ એ જડને ગ્રહણ કરે છે. આવો વિચારવિનમય કરવાથી જડથી અલિપ્ત થવાનો ભાવ થશે, અને વૈરાગ્ય ઉત્પન્ન થશે. આત્માની મહાસત્તારૂપ પૂર્ણ ચૈતન્યને સ્વીકારવાથી તેનું લક્ષ્ય અને રુચિ દઢ થશે. ત્યારે મહાસત્તા પરની અવાંતર સત્તાથી મુક્તિ મળશે અને સ્વરૂપ નિરાવરણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org