________________
૧૭૭
જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન નથી પર પર્યાયો છે. કારણ કે પુદ્ગલ દ્રવ્ય પર છે. તેથી તેનો સંબંધ પર છે.
જ્ઞાન-અજ્ઞાન, સુખ-દુઃખ, મોહ-નિર્મોહ, વગેરે કંઢો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનું મિશ્રણ છે. તે ગુણ નથી. ગુણપર્યાય બંને આત્માના આધારે હોવા છતાં ગુણ સહભાવી છે. પર્યાય ક્રમવર્તી છે. જીવની અશુદ્ધ અવસ્થામાં મોહનીયના ભાવો ગુણ-પર્યાય બંને રૂપ છે.
દ્રવ્યાનુયોગ વડે આત્માને સમજે તો પરભાવથી મુક્ત થવાય. પુદ્ગલ આદિ અસ્તિકાયોની સહજ ક્રિયા સમજાય તો આત્માની જ્ઞાનદશા સમજાય. પર પદાર્થોને જાણવાની પંચાત ત્યજી દો. પોતાના પૂર્ણજ્ઞાનને પ્રગટ કરો તેમાં સમગ્ર વિશ્વ જણાશે. જાણવા જોવા માટે દોડવું નહિ પડે. દોડીને બંધાવું નહિ પડે.
દ્રવ્ય કેવું છે?
ગુણપર્યાયવદ્ દ્રવ્યમ્ તે સત્ છે. અર્થાત દ્રવ્યનું અસ્તિત્વ ત્રિકાળ છે. દરેક દ્રવ્યને પ્રદેશ પિંડત્વ અને જાતિત્વના ગુણો અસ્વિરૂપે પ્રાપ્ત થયેલા છે. તે અર્થ ક્રિયાકારી સત્ વસ્તુ છે. જે દ્રવ્યનો જે ગુણ હોય તે રૂપ સહજ ક્રિયા થાય તે અર્થ ક્રિયાકારી–વસ્તુ છે. સાધકે પોતાના જ્ઞાનગુણને વસ્તુત્વ ધર્મમાં ટકાવવાનો છે. જેથી સ્વધર્મ પ્રગટ થાય અર્થાત જ્ઞાનને પરમાં જોડવાનું નથી. સંસારી જીવ સિવાય દરેક દ્રવ્યમાં વસ્તુત્વધર્મ સહજપણે ટકે છે. મોહભાવરહિત નિર્વિકલ્પ જ્ઞાનક્રિયા વસ્તુત્વરૂપે કહેવાય.
મતિ, ચુત, અવધિ, મન:પર્યાય આ ચારે જ્ઞાન, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી પરિચ્છિત્ર - ખંડરૂપ છે. જેના વડે અપરિચ્છિન્ન - અખંડ એવું કેવળજ્ઞાન કેવી રીતે પકડાય? તેથી તે જ્ઞાન અગમ્ય, અકલ, અદ્વિતીય, અભેદ કહેવાય છે.
મતિ - શ્રુતજ્ઞાનમાં સમયાંતર ઉપયોગ છે. કમથી શ્રવણ મનન. થાય છે. તે પરિછિન્નતા છે. અવધિ અને મન:પર્યવ પણ સમયાંતરે જાણે છે.
આકાશ, ધર્મા, અધર્માસ્તિકાય નિત્ય અખંડ છે. જીવ કે પુદ્ગલ જ્યાં જાય ત્યાં તે પોતાના વર્તુત્વે ગુણ પ્રમાણે અવગાહના, ગતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org