________________
૧૭૬
સ્વરૂપસાધનાનાં સોપાન
પોતાના પૂરા દ્રવ્યમાં રહે તેવો અભેદ સંબંધ છે. ગુણનો આધાર આત્માના પ્રદેશપિંડત્વનો છે. તે અનાદિઅનંત છે. સાદિસાંત કે સંયોગ વિયોગરૂપ નથી.
ગુણપર્યાયનું સ્વભાવ કાર્ય ન હોય તેથી તે દ્રવ્ય ન કહેવાય. શક્તિરૂપે ગુણ પોતાનો છે. ઉપયોગ કાર્ય અન્યમાં થાય છે. જેમ ગતિ સ્થિતિ સહાયક તત્ત્વો પોતાના ગુણરૂપે રહીને અન્યમાં કાર્ય નિમિત્ત) કરે છે.
દ્રવ્ય ગુણપર્યાય યુક્ત હોય. દ્રવ્ય મૂળ સ્વરૂપ હોવાથી મહાસત્તા છે. ગુણપર્યાય અવાંતર સત્તા છે. છબસ્થ જીવો દ્રવ્યને મહાસત્તાના નિયમથી નહિ પણ અવાંતર સત્તા - વિશેષપણાથી જાણે છે.
પાંચ અસ્તિકાય એ વિશ્વની રચના - સ્વરૂપ છે. તેના સર્વ પર્યાયો કેવળીગમ્ય છે. આત્મા સ્વરૂપથી લોકાલોક પ્રકાશક છે. લોકસ્વભાવ જગતની વ્યવસ્થામાં અનાદિઅનંત છે. ચૌદ રાજલોકના જીવોના સંસારી ભાવ, અને પુદ્ગલ દ્રવ્યનો બદ્ધ સંબંધ તે કર્મરાજાની રમત છે. તે આત્માની મહાસત્તાથી ભિન્ન છે. માટે જીવે સાક્ષીભાવે રહેવાનું છે.
દ્રવ્યની મહાસત્તામાં પ્રદેશ પિંડત્વ આધાર તત્ત્વ છે ગુણ-પર્યાયની અવાંતર સત્તા એ આધાર આધેય ભાવ છે. યદ્યપિ આત્માના સહજ ગુણો જ્ઞાનાદિ મહાસત્તારૂપ છે. ગુણોના બે ભેદ પડે છે. ૧. અપૂર્ણ ગુણો, ૨. પૂર્ણ ગુણો. સિદ્ધત્વ પૂર્ણ ગુણ છે, જેમાં દ્રવ્ય, ગુણપર્યાય અભેદ થાય છે. કારણ કે તેમાં કોઈ રૂપાંતર કે ક્ષેત્રમંતર નથી. ત્રણે સ્વભાવથી શુદ્ધ થયા છે. સંસારીના બધા ગુણો અપૂર્ણ છે.
એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવોનો પુગલની પર્યાયો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી ક્ષેત્રમંતર, પરિવર્તન વગેરે થાય છે. સિદ્ધ પરમાત્માને પુગલ દ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. શરીરધારી કેવળી ભગવંતોને પુગલ સાથે નૈમિત્તિક સંબંધ હોય, પરંતુ તેનું કર્તુત્વ ન હોય.
આઠ કર્મોના ઉદયવાળી જગતની અવસ્થાઓ તે જીવની નિજી પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org