________________
૨૧૪
સ્વરૂપસાધનાનાં સોપાન
મન
પ્રકૃતિ છે. તેથી તે કર્મનો સર્વથા ક્ષય થયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ થાય. મતિજ્ઞાનાવરણીય. વિકલ્પાત્મક છે એટલે વિકારાત્મક છે. વિકલ્પ આવરણ છે. મતિજ્ઞાન દ્વારા અસીમ-કેવળજ્ઞાનાદિની ગમે તેટલી કલ્પના કરો તે સીમિત જ રહેશે. કારણ કે મતિજ્ઞાન સીમિત છે. જેમ ઇન્દ્રિયજનિત ભોગ ખોટા છે, તેમ ઇન્દ્રિયજનિત જ્ઞાન પણ ખોટું છે. અધૂરું છે. મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષણિક વિકલ્પ છે. મતિજ્ઞાન એટલે કરણ અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવું. દર્શનાવરણીયકર્મ અને દર્શનનો સંબંધ પાંચે ઇન્દ્રિયો સાથે છે. ચક્ષુ-અચક્ષુદર્શન વગેરે. તે સામાન્ય બોધરૂપ ઉપયોગ છે. મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષણિક છે, ક્રમવર્તી છે. મતિજ્ઞાનમાં મોહ ભળે એટલે વિકારી બને. અને તે આવરણરૂપ હોઈ બંધન છે. મતિજ્ઞાન અપૂર્ણ છે. તેમ સમજીને વીતરાગતા-પૂર્ણતા પ્રત્યે જવાનું છે. રાગ છે ત્યાં અપેક્ષા, આગ્રહ પરાધીનતા હોય. વીતરાગતામાં કોઈ વિરોધી તત્ત્વ નથી, તેથી અપેક્ષા કે આગ્રહ નથી.
જીવે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવું જોઈએ. નિશ્ચયનય દ્વારા આત્માના અસ્તિત્વ આદિ સ્વરૂપને સમજવા જેવા છે. યદ્યપિ વ્યવહારનયને રાખ્યા વગર નિશ્ચયનયની સાધના થાય નહિ. નિરપેક્ષ નિશ્ચયનય સમજવો જોઈએ. પરંતુ જ્ઞાનાચાર આદિમાં વ્યવહાર સાપેક્ષ નિશ્ચય છે સંસારી જીવ માટે સાધનાનો આવો ક્રમ છે.
-
મતિજ્ઞાન એ જ્ઞાનનો ઉપયોગ છે પણ શુદ્ધ સ્વરૂપ નથી. મન, વચન કાયાના યોગ એ ઉપયોગનું સાધન છે. પણ આત્મા યોગસ્વરૂપ નથી. તેરમે ગુણસ્થાનકે યોગ છતાં ઉપયોગ શુદ્ધ સ્વરૂપે છે.
૫૨૫દાર્થોનું કર્તાપણું જીવને સંસારમાં ડુબાડે છે.. જીવ સ્વરૂપથી અકર્તા છે. શુદ્ધ નિશ્ચયનયે અન્યને ધર્મ પમાડી શકતો નથી. સુખી કે દુઃખી કરી શકતો નથી. એવા બોધથી, વ્યવહારનયે અન્યને ધર્મ પમાડે કે સુખદુ:ખ આપે તેવા કર્તુત્વપણાનું અભિમાન થતું નથી. કારણ કે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ કર્તાકર્મ સંબંધ નથી.
પૂર્ણ' પોતાનામાં કંઈ પણ ન કરે અને બહાર પણ કંઈ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org