________________
૨૧૨
સ્વરૂપસાધનાનાં સોપાન
નથી, પરપદાર્થ છે.
જીવે ભૂલ કરીને અજ્ઞાનવશ આનંદસ્વરૂપનો સ્વભાવ પોતાના દેહમાં સ્થાપ્યો છે. અને જ્ઞતમાં તેનો ફેલાવો થઈ રહ્યો છે. અસંયમ અને અનિયમથી આત્મા સંસારી બન્યો છે. તેથી આવરણ આત્માને થાય છે. પુગલને થતું નથી.
મતિજ્ઞાન એ માત્ર અજ્ઞાનતા કે અસર્વજ્ઞતા પર ઊભેલું નથી. પરંતુ મતિજ્ઞાનમાં રાગાદિભાવોના દોષો છે તે ઉપર ઊભેલું છે. જો મતિજ્ઞાન રાગાદિ રહિત અધિકારી બને, તો વીતરાગી જ્ઞાન બને, તે જ્ઞાન સર્વજ્ઞતાનું દ્યોતક બને. એટલે સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા વીતરાગતા પ્રાપ્ત કરવાની છે.
શ્રુતકેવળી હજી પૂર્ણ વીતરાગી નથી તેથી તે સર્વજ્ઞકેવળી નથી. શ્રત એટલે સાંભળેલું, બોધરૂપ બનેલું જ્ઞાન અપૂર્ણ છે. તેથી તેઓ જગતનું સ્વરૂપ સર્વજ્ઞના જેવું જ શ્રદ્ધે છે, જણાવે છે. પરંતુ પૂર્ણ વિતરાગતા ન હોવાથી તેઓ શ્રુતકેવળી કહેવાય છે. અવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન બંને અતિન્દ્રિય-
દિવ્યજ્ઞાન છે, છતાં તે અપૂર્ણ છે, સાવરણ છે. તે બંનેના જ્ઞાનમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે ક્ષપકશ્રેણિ ન મંડાય. કારણ કે તે ઉપયોગ અન્ય પદાર્થને જાણવા કે જોવામાં રોકાયેલો છે. મતિજ્ઞાનયુક્ત શુદ્ધ ઉપયોગ (અબુદ્ધિપૂર્વક શુભાશુભનો ઉદય છે) વર્તતો હોય ત્યારે ક્ષપકશ્રેણિ માંડે.
મતિ શ્રુતજ્ઞાન વાદવિવાદ માટે નથી. જ્ઞાન જીવને નિઃશંક અને નિઃસંગ થવા માટે છે. સમાધિ અને શાંતિ માટે છે. મતિજ્ઞાનને આત્યંતિક શુદ્ધિ વડે નિરાવરણ કરવાનું છે. છઘના મતિ જ્ઞાનાદિ ભેદ આવરણને કારણે છે.
કેવળજ્ઞાનનો ગુણ પરપદાર્થને અરીસારૂપે પ્રતિબિંબિત કરે છે, તે પરપદાર્થ પરત્વે શક્તિરૂપ છે. સ્વદ્રવ્ય પરત્વે તે આનંદરૂપ છે, જે વેદનરૂપે છે. જ્ઞાન અને આનંદ ઉભય આત્મામાં અભિન્ન છે. બાહ્ય શેય પદાર્થોમાં આનંદ ન શોધતા, આત્માએ પ્રશાંત થઈ, સ્વરૂપ આનંદને પ્રાપ્ત કરવાનો છે. પ્રશાંતાત્માએ સુખદુઃખના વેદનથી મુક્ત થઈ, સમાધિ દશા યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org