________________
37 :
રોજ : એ
કિ છે જેનદર્શનમાં સતની વ્યાખ્યા
ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત. સત્ સત્ = જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞનું સર્વાગી કથન છે કે જગતમાં પદાર્થ માત્ર ટકીને બદલાય છે. ટકવું, વિદ્યમાનતા, તે સત્ છે. પુદ્ગલનો સૂક્ષ્મ અંશ પરમાણુનો કે ચેતનમય જીવનો ક્યારે પણ નાશ થતો નથી. પરમાણુ ભેગા મળે વિખરાય તે પૌગલિક પદાર્થપણે વ્યય છે. તે પ્રમાણે જીવ વિવિધ શરીરો ધારણ કરે તે અવસ્થાનો વ્યય અને ઉત્પાદ છે. મૂળ પદાર્થો ક્યારે પણ નાશ પામતા નથી તે સત્ સ્વરૂપ છે.
ધ્રૌવ્ય – નિત્યતા) સ્વયં સત્ છે. તેમાં ઉત્પાદ વ્યય હો કે ન હો તોપણ ધોવ્ય સ્વયં સત્ છે. છતાં ઉત્પાદ - વ્યય ધ્રૌવ્ય સાથે હોય જ ત્યારે પદાર્થને સત્પણે કહેવાય છે. સત્ પદાર્થની નિત્ય વિદ્યમાનતા દર્શાવે છે.
ઉત્પાદ-વ્યય અન્યોન્યમાં અભાવ છે. કારણ કે વર્તમાનકાલીન છે. તેને ભૂતકાળ કે ભવિષ્યકાળ નથી હોતો. પદાર્થોની અવસ્થા – પર્યાય
જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે સમયે વ્યય શરૂ થાય છે તેથી પર્યાય વર્તમાનકાલીન હોય છે.
કેવળજ્ઞાનવરણીય કર્મનો ઉત્પાદ વ્યય ચાલુ છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી. કેવળજ્ઞાન થાય ત્યારે કેવળજ્ઞાનાવરણીય કર્મનો વ્યય થાય છે. ઉત્પાદ વ્યય સાપેક્ષ છે. જે વસ્તુનો ઉત્પાદ થાય છે તેનો વ્યય થાય છે. તેથી કેવળજ્ઞાનનો ઉત્પાદ વ્યય નથી. પરંતુ સત્તામાં, આવરણમાં રહેલું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનની અવસ્થા શેય સાપેક્ષ પલટાતી રહે છે તેને અપેક્ષાએ ઉત્પાદ વ્યય કહેવાય છે. અર્થાત્ જ્ઞાન નિરાવરણ થયું તે કેવળજ્ઞાન છે.
ઉત્પાદ-વ્યય, સંયોગ-વિયોગ, સર્જન-વિસર્જન એ પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ છે, સાવરણ-નિરાવરણ આત્માને લાગુ પડે છે. ઉત્પાદ-વ્યય સંયોગ-વિયોગના, સર્જન-વિસર્જનના મૂળમાં છે, તે વિનાશી તત્ત્વો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org