________________
૨૦૬
સ્વરૂપસાધનાનાં સોપાન સમૂહ છે. ગુણપર્યાયો આધેય છે. ગુણ પર્યાય યુક્ત દ્રવ્ય છે. આત્મા અનાદિકાળથી સત્ સ્વયંભૂ છે. પ્રદેશોથી નિત્ય છે, પણ પુદ્ગલના નિમિત્તથી પ્રદેશોનું સ્થિરત્વ અને ઉપયોગની નિત્યતા નથી. માટે સંસારી જીવે સાધના દ્વારા પ્રદેશોના સ્થિરત્વ માટે મન, વચન, કાયાના યોગને સ્થિર કરવાના છે, જેને માટે કાયોત્સર્ગ જેવી પદ્ધતિ આપી છે. અને જ્ઞાન ઉપયોગને નિર્વિકલ્પ કરી નિત્યતા મેળવવાની છે.
ધમ-અધર્મ – આકાશ અને પુદ્ગલ દ્રવ્યનું જ સ્વરૂપ વર્તે છે તે સ્વપરિણમનરૂપ સત્ છે. પરંતુ સંસારી જીવનું પર નિમિત્તે વર્તતું અસ્થિર, અનિત્ય સ્વરૂપ અસત્ છે. સાધના દ્વારા જીવે સ્વભાવમાં રહી સત્ સાધવાનું છે. જ્ઞાન ઉપયોગ જે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે તે અનિત્ય છે. તે સંસારીપણું છે. નિત્યતા એ જીવનું સ્વરૂપ છે. પ્રદેશ સ્થિરત્વ એ આત્માનો સ્વભાવ છે, સ્વભાવમાં જવું તે ધર્મ છે.
હું સિદ્ધ સ્વરૂપ છું એ વિકલ્પ ઉપકારી છે. ઉત્તમ ભાવના થાય છે. સકામ નિર્જરાનું કારણ બને છે. વિકલ્પમાત્ર વિનાશી છતાં, આવા વિકલ્પો જીવને પ્રેરણાદાયી છે.
આત્મદ્રવ્ય અવિનાશી છે, સહભાવી ગુણ સહિત છે. જેમાંથી પર્યાયનો ઉત્પાદ થઈ વ્યય થાય છે. સંસારી જીવની દૃષ્ટિનો ચેતન પર્યાય બીજી ક્ષણે વ્યય પામતો હોવાથી તે પર્યાય જીવને જાણી શકતી નથી. વર્તમાનના ઉપયોગમાં ભૂતકાલીન પર્યાયને જાણીએ છીએ તે આપણાથી પર છે, તે જડ કે ચેતન પદાર્થો ભલે હો. આપણે આપણને પરમાત્મ સ્વરૂપ જાણીએ છીએ તે પણ અનુભવતા નથી તે આવરણ ભેદ છે. આવરણને કારણે જીવ પરમાત્મસ્વરૂપે હોવા છતાં ભિન્નતા ઊભી થઈ. એ આવરણ એ મિથ્યાત્વ છે. ભ્રમ અને કલ્પના છે.
છે સમગ્ર વિશ્વ દૃષ્ટિ અને દયમાં સમાય છે
જીવ - અજીવ, રૂપ-અરૂપી, દૃષ્ટિ-દય આમ અનેક પ્રકારે વિચારણા કરી અધ્યાત્મ સાધના પુષ્ટ બનાવવી, દૃષ્ટિ દ્રષ્ટામાંથી નીકળે છે. પછી તે દશ્યને કે દ્રષ્ટાને જાણે પરંતુ તે બહાર નીકળેલી દષ્ટિ દશ્યમાં ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org