________________
જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા
પણ શમાતી નથી. દૃષ્ટિ દ્રષ્ટામાં શમાય, તે જ દૃષ્ટિ લય થતાં અવિનાશી બને છે. દૃષ્ટિ દ્રષ્ટામાં સમાવા છતાં વિષયો તો દૃશ્ય રહેવાના, અને દૃષ્ટિ તેમાં ફરતી રહે તો તે ક્રમિક જ્ઞાન છે. દૃષ્ટિને દૃષ્ટિના મૂળ આધારે રાખવી તે જ્ઞાન છે. દ્રષ્ટાને દૃશ્ય બનાવીશું તો દૃશ્ય ખસી જશે. આખરે દૃષ્ટિ જ દ્રષ્ટા ઐક્ય પામશે. દૃષ્ટિમાંથી રાગ જતા દૃષ્ટિ સ્વયં વીતરાગ સ્વરૂપ થાય છે.
ચેતન દ્રવ્ય ક્યારે પણ જડ થાય નહિ અજ્ઞાનીને જડ જેવો કહેવામાં આવે છે, તે ઉપમા છે. ‘હું સિદ્ધસ્વરૂપ છું’ પોતાની પર્યાયનો ઉપચાર છે. હું મનુષ્ય છું. પર ઉપચાર છે, કારણ કે તેમાં પુદ્ગલનો બનેલો દેહ છે તે પર છે. હું આત્મા છું તે આવરણયુક્ત છે. આવરણ જતાં આત્મા પરમાત્મા કહેવાય છે.
જડ એ અંધકાર તત્ત્વ છે. ચેતના એ પ્રકાશ તત્ત્વ છે.
જ્યાં સ્વપ્રકાશ છે ત્યાં આનંદ છે, જ્ઞાન પ્રકાશરૂપ થાય છે એ જ્ઞાનાગ્નિ છે તે ઘાતીકર્મોને બાળીને ભસ્મ કરે છે. ઘાતીકર્મો અઘાતી કર્મોને બળ આપે છે. કેવળી ભગવંતને ઘાતીકર્મો નથી તેથી અઘાતી કર્મોને બળ મળતું નથી તેથી તે બળેલી સીંદરી જેવા વ્યર્થ છે. આયુષ્ય પૂર્ણ થતાં તે અઘાતી કર્મો નાશ થઈ જીવ સર્વથા સર્વ કર્મરહિત થઈ સ્વસ્વરૂપે પ્રગટ થાય છે.
આવતી કાલ પહેલી આવશે કે આવતો જન્મ પહેલા આવશે એની કોઈ આગાહી કરી શકાય એમ નથી
પને જાાવું એ અધ્યાત્મ નથી સ્વને વેદવું એ અઘ્યાત્મ છે.
અધ્યાત્મશાસ્ત્ર જ દુ:ખથી મુક્તિ અપાવે છે આત્માનો સાનપ્રકાશ સૂર્ય જેવો જાજવલ્યમાન છે. આત્માનું વેદન ચંદ્ર જેવું શીતલ છે
For Private & Personal Use Only
૨૦૦૭
Jain Education International
www.jainelibrary.org