________________
જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા
છૂટા પડે છે.
ધર્મ-અધર્મ આકાશ દ્રવ્યના સ્કંધ દેશ-પ્રદેશ ત્રણ ભેદ છે. તેમનો એક એક પ્રદેશ અનંત સ્થિરતાવાળો છે. તેનું ક્ષેત્રાંતર થતું નથી. અનાદિ અનંત પ્રદેશ સ્થિરતા છે. જ્યારે પુદ્દગલદ્રવ્ય સ્કંધ દેશ, પ્રદેશ, પરમાણુ ચાર ભેદ છે. પરમાણુ ક્ષેત્રાંતર કરતા હોવાથી અસ્થિર દ્રવ્યો છે. જીવના પ્રદેશો જન્માંતરે ક્ષેત્રાંતર કરે છે. સિદ્ધ પરમાત્માની પ્રદેશ સ્થિરતા સાદિઅનંત છે. ઉપયોગની પરમ શુદ્ધિ અને પરમ સ્થિરતા થવાથી પ્રદેશસ્થિરતા પ્રાપ્ત થાય છે. માટે ઉપયોગને નિત્ય કરવો તે સાધ્ય છે અને સ્થિર કરવો તે સાધના છે. ઉપયોગ સ્થિર થતાં નિત્ય બને છે. (અચળ) આત્માના પ્રદેશો અનાદિ, અનંત, નિત્ય છે, પરંતુ છદ્મસ્થની ઉપયોગશક્તિ ચંચળ હોવાથી અનિત્ય છે. માટે ઉપયોગને શુદ્ધ બનાવશું તો નિત્યતા અને સ્થિરતા આવશે. મતિજ્ઞાન ક્રમિક છે કેવળજ્ઞાન અક્રમિક છે, તેથી તેનો ઉપયોગ નિત્ય છે.
૨૦૫
આત્મદ્રવ્ય અરૂપી છે એટલે પ્રદેશનું સ્થિરત્વ હોવું જોઈએ. પરંતુ પુદ્ગલના સંયોગે વ્યાવહારિક અસ્થિરતા અને અનિત્યતા આવે છે. અસ્થિરતા અને અનિત્યતા પુદ્ગલના ગુણધર્મો છે, જીવના નથી. જીવની પોતાની જ અજ્ઞાનતાથી થયેલી ભૂલથી જીવ પુદ્ગલનો પિરચયી રહ્યો છે, તેથી સંગ તેવો રંગના ન્યાયે અસ્થિરત્વ અને અનિત્યતા મનાઈ છે. જે દુઃખરૂપ છે, તેની સજા જીવને પરિભ્રમણ દ્વારા ભોગવવી પડે છે. પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ ક્ષેત્રાંતર, રૂપાંતર, પરિવર્તન, પરિભ્રમણ છે. તેથી અસ્થિર અને અનિત્ય પણ છે. જે પ્રદેશથી અસ્થિર અને અનિત્ય છે તે પુદ્ગલ છે. આ લક્ષણ આત્મદ્રવ્યના ગુણધર્મોથી વિરુદ્ધના છે.
જડ દ્રવ્યોને સ્વસત્તા છે, પણ પરસત્તા નથી. આત્માની સ્વસત્તા આનંદરૂપ છે. જ્ઞાન સત્તા સ્વ-૫૨ ઉભય પ્રકાશક છે. જીવમાત્રને પ્રદેશ નિત્યત્વ અનાદિ-અનંત છે. ઉપયોગની નિત્યતા અને સ્થિરત્વ સિદ્ધ પરમાત્માને છે. તેનું લક્ષ્ય કરી સાધના કરવાની છે.
દ્રવ્યોના મૂળ આધારરૂપે પ્રદેશ પિંડત્વ છે. દરેક દ્રવ્યોમાં પ્રદેશોનો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International