________________
જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા
૨૦૩ સર્વ દ્રવ્યોને સમકાળે અવગાહના આપે છે. લોકાકાશના સર્વ પ્રદેશો અવગાહક છે. લોક અલોક આકાશ સર્વત્ર વ્યાપક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોકાકાશમાં વ્યાપક છે. તેથી દેશવ્યાપક છે. પુદ્ગલદ્રવ્ય પણ સર્વ કાળે સર્વ ક્ષેત્રે નથી. સંસારી જીવ-સિદ્ધ જીવ સર્વક્ષેત્રે નથી. આત્મા જ્ઞાનસત્તાએ સર્વ વ્યાપક છે. જે દ્રવ્ય, ક્ષેત્રથી સીમિત છે અને કાળથી અંતવાળા છે, તે સર્વવ્યાપક ન હોય.
અરૂપી દ્રવ્યોનો જીવ સાથે ભલે નિમિત્ત સંબંધ, ઉપકાર હોય, પણ તે પદાર્થોને આપણે ઇન્દ્રિયજનિત જ્ઞાન વડે જોઈ શકતા નથી. એ પદાર્થોનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી ગમ્ય રહેવાનું છે, પણ પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયજનિત જ્ઞાન જડ નૈમિત્તિક છે. જડ પદાર્થો નિમિત્ત છે. એ પદાર્થોના નિમિત્તથી ઊઠતા રાગાદિ નૈમિત્તિક છે. રાગાદિ ભાવ જેનામાં થાય છે, તે ઉત્પાદન છે. જ્ઞાન અરૂપી છતાં જડ નૈમિત્તિક હોવાથી રૂપી પદાર્થોને જોઈ શકે છે. પરંતુ અપૂર્ણ જ્ઞાન અરૂપી પદાર્થને જોઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં જાણી શકાય છે, કારણ આ જ્ઞાન જડ નૈમિત્તિક નથી. જે જ્ઞાન ઉપયોગમાં શંકા, સવાલ અપૂર્ણતા છે તે જ્ઞાન પ્રત્યક્ષ નથી.
છે દ્રવ્યમાં કાર્ય કારણભાવ.
કારણ કાર્યનો સંબંધ અન્યોન્ય અવિનાભાવી સંબંધ છે. જ્યાં કાર્ય દેખાય ત્યાં કારણ છે. જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિમાં ધર્મા-અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્તરૂપ છે તેમ માનવું પડશે. સર્વે પદાર્થો આકાશ-પ્રદેશોમાં અવગાહન લઈ ગતિ સ્થિતિ કરે છે. આવા આકાશને વિશ્વાધાર કહે છે.
પુગલજનિત રૂપી પદાર્થો જેમ આપણાથી પર છે તેમ અરૂપી પદાર્થો આપણાથી પર છે. આપણે તેને પ્રત્યક્ષ જોઈ શક્તા નથી. અરે ! આપણો આત્મા પણ આવરણને કારણે આપણે અનુભવી શકતા નથી તે પર નથી છતાં આપણે માટે પર જેવો છે. અર્થાત્ સ્વ હોવા છતાં પર છે. પર એવો દેહ પુગલજાનત હોવા છતાં આત્મા સાથે બદ્ધ સંબંધ છે, તેની સાથે આત્માને અહમ મમત્વ ભાવ છે, તે આપણે વેદી શકીએ છીએ. તેથી અપેક્ષાએ તેને સ્વ-વેદન કહી શકાય. અને કેવળજ્ઞાન જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org