________________
૨૦૨
સ્વરૂપસાધનાનાં સોપાન છે. જેમકે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વમાં જેના ૫૨માણુ વધુ હોય તેમાં રૂપાંતર થઈ જાય છે. જે દ્રવ્યો (રૂપી) અસ્થિર છે તેના પર્યાયો વિનાશી છે. જે અરૂપી દ્રવ્યો સ્થિર છે તેના પર્યાયો અવિનાશી છે.
જે દ્રવ્યનું લક્ષણ પરમાર્થથી એક હોય તે દ્રવ્ય અભેદ હોય, ધર્મ, અધર્મ, આકાશ, જ્ઞાનલક્ષણથી જીવ. જે દ્રવ્યનું લક્ષણ એકથી અધિક હોય તે દ્રવ્ય ભેદરૂપ હોય, અને તે રૂપી હોય, પુદ્ગલદ્રવ્યનાં લક્ષણ અનેક છે. તે રૂપી છે. વર્ણાદિ વગેરે તેનો ભેદ છે.
પુદ્ગલદ્રવ્યના ઉત્પાદ-વ્યયરૂપ જે પર્યાયો છે તે ભોગ્ય છે. એ સંસારી જીવને સુખદુઃખ આપવામાં નિમિત્તરૂપ છે, પરંતુ પુદ્દગલદ્રવ્યમાં તે સ્વતંત્ર સત્તારૂપ નથી. તેથી સંસારી જીવને સુખદુઃખાદિનું નિમિત્ત બને છે. જો સ્વતંત્ર સત્તા હોત તો તેમ બની શકત નહિ, કોઈ જીવના વૈભાવિક પરિણામ વગર પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે જીવના સંયોગમાં આવી ન શકે. પુદ્ગલ કે પુદ્ગલભાવના સંયોગથી વિયોગ (મુક્ત થવું) થવો તે લક્ષ્ય કરવું. શરીરાદિનું સર્જન નહિ પણ વિસર્જન કરવું તે સાચો પુરુષાર્થ છે. પદાર્થો ભોગ્ય બને છે. એક પરમાણુ સૂક્ષ્મ હોવાથી તે ભોગ્ય બનતું નથી. તેમાં રાગાદિ થવા સંભવ નથી. ધર્મ-અધર્મા, આકાશાસ્તિકાય અરૂપી હોવાથી સૂક્ષ્મ છે તે ભોગ્ય બનતા નથી. તેમાં રાગાદિ થતા નથી. જેને માટે રાગ થાય છે તે દેહની ભસ્મ થવાની છે. માટે તેમાં તન્મય થયેલા ઉપયોગનો મોક્ષ કરવાનો છે. વિકલ્પને શમાવી નિર્વિકલ્પ થવાનું છે.
દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, અને પદાર્થો અપૂરતા અને પરિવર્તનશીલ હોય છે. પરંતુ દરેક દ્રવ્ય, ક્ષેત્ર, કાળમાં આત્મા તો સ્વયં એ જ પ્રાપ્ત હોય છે. બહારના દ્રવ્યાદિ જે વર્તમાનમાં જીવને માટે સર્વસ્વ બન્યા છે. તેમાં આપણે અ-સર્વસ્વ બનવાનું છે. દરેક પરિસ્થિતિમાં તમે આત્માને સમસ્થિતિમાં રાખો તે જ્ઞાતાભાવ છે. ઉપયોગને પરમાત્મ સ્વરૂપમાં રાખવાનો છે.
આકાશદ્રવ્ય પોતાના પ્રદેશોથી - ક્ષેત્રથી વિશ્વવ્યાપી છે. આકાશદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org