________________
જૈનદર્શનમાં સત્ની વ્યાખ્યા
૨૦૧ છે. તેથી તેનો વ્યય હોય. તે પ્રમાણે દુઃખનો ઉત્પાદ છે તો વ્યય હોય. એટલે જ્ઞાની બંને અવસ્થામાં સમતોલ રહે છે. સુખ ટળવાનું છે તેથી રાગ નહિ, દુઃખ ટળવાનું છે માટે દ્વેષ નહિ. ઇષ્ટ-સુખના સંયોગોમાં સંયમ -વૈરાગ્યની પુષ્ટિ કરવી અને અનિષ્ટ-દુઃખના સંયોગમાં ધૈર્ય રાખવું. માટે સુખમાં સુખનો રાગ નહિ થાય, અને તેના ટળી જવાથી દુઃખ નહિ થાય.
દુઃખની હાજરીમાં દુઃખને ભૂલે તે જ્ઞાની. દુઃખનું ઓસડ દહાડા એમ માને તે અજ્ઞાની. જ્ઞાની દહાડાની પ્રતિક્ષા દુઃખ ભૂલવા માટે કરતા નથી. આમ ઉત્પાદ-વ્યયની વ્યવસ્થા જ્ઞાની સ્વીકારે છે. તપમાં તપ ક્યારે પૂરું થાય તેમ ન વિચારાય. તપમાં આનંદ હોય કષ્ટ ન હોય.
શેયમાં સ્વપર્યાયના પરિવર્તનથી ભેદ પડે છે. રાગાદિ ભાવથી ઉપયોગમાં રસભેદ પડે છે તે વિનાશીપણું છે. આપણા જ્ઞાનદર્શન ઉપયોગ શુભાશુભ ભાવથી આકારરૂપ બને છે. તેથી કર્મબંધ થાય છે. તે પ્રમાણે ભવિષ્ય રચાય છે. સમય આવે કર્મનો વિપાક થઈ, કર્મ ભોગવવા પડે છે.
પુદ્ગલમાં જેમ ઉત્પાદવ્યય છે તેમ જીવની દૃષ્ટિમાં ઉત્પાદ-વ્યય છે. વિકળ-વિનાશી દૃષ્ટિમાં ઉત્પાદ – ઉલ્કાપાત થાય છે તે આપણે જોતાં નથી અને પુદ્ગલના ઉત્પાદ, ઉલ્કાપાત જોઈએ છીએ. આપણે તેમાં કંઈ ફેરફાર કરી શકવાના નથી. માટે દૃષ્ટિની ઉત્પાદ અને ઉલ્કાપાત સમાજવા શુદ્ધ અવિનાશી દૃષ્ટિને પ્રાપ્ત કરવાની છે.
શેય તત્ત્વો ફરતાં રહે છે, પરિવર્તિત થતાં રહે છે. જ્ઞાતા જ્યાં છે ત્યાં જ છે. જ્ઞાતા દ્રવ્ય છે, તેને જાણવો તે દ્રવ્યદૃષ્ટિ છે. જેથી દ્રષ્ટાદૃષ્ટિ એક થતાં અવિનાશીપણું પ્રાપ્ત થાય છે. ઉત્પાદ અને ઉલ્કાપાત શમી જાય છે.
પાંચે અરૂપી દ્રવ્યો પ્રદેશપિંડત્વથી અવિનાશી છે. તેમના સહભાવી ગુણોથી પણ અવિનાશી છે. કારણ કે ગુણોનું જાત્યાંતર થતું નથી. પર્યાયોનું જાત્યાંતર સંભવિત હોવાથી વિનાશી કે અવિનાશી હોય. જેમકે સિદ્ધ જીવની પર્યાયો અવિનાશી છે. કારણકે સાતત્યથી સમાન છે.
સંસારી જીવની પર્યાયો વિનાશી છે. પુદ્ગલદ્રવ્યના પર્યાયો વિનાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org