________________
:
'.
A lif , ''
''
''
,
, ,
,
૮. કેવળજ્ઞાન - નિરાવરાણજ્ઞાન
અક્રમિક, સહજ, પૂર્ણ, જ્ઞાનાનંદસ્વરૂપ, દેહાતીતદશા. કેવળજ્ઞાન: પૂર્ણજ્ઞાન, જેમાં કંઈ ઉમેરવાનું નહિ. જેમાં કંઈ ઘટાડો થવાનો નહિ. જે ઉપયોગને દૃશ્ય જાણવા માટે જવાનું નહિ. એ શુદ્ધ ઉપયોગમાં દશ્ય પ્રતિબિંબિત થાય. છતાં ઉપયોગ તો નિરાકાર અને નિર્વિકાર રહે. ત્રણે કાળને ત્રણે લોકના દ્રવ્યાદિને યુગપદ્ જાણે. મતિજ્ઞાનના ઉપયોગમાંથી વિકાર, મોહ, અજ્ઞાનના ભાવોનું આત્યંતિકપણે નષ્ટ થવું તે નિરાવરણજ્ઞાન છે.
કેવળજ્ઞાન એ આત્માનો ગુણ-અવસ્થા છે. પણ કેવળજ્ઞાન દ્રવ્ય નથી. આત્મ દ્રવ્ય છે, લોકાલોક પ્રકાશક એ જ્ઞાનમાં વિશ્વવ્યાપક પાંચે અસ્તિકાયની બદલાતી પર્યાયો પ્રતિબિંબિત થાય છે. અલોકાકાશમાં કોઈ પરિવર્તન જણાતું નથી. છતાં કેવળજ્ઞાનના વેદનમાં શું ફરક પડે ? કેવળજ્ઞાનમાં સ્વરૂપના આનંદવેદનમાં કોઈ ફરક પડતો નથી. કારણ કે તે વીતરાગજ્ઞાન છે. કેવળજ્ઞાન સમસ્થિતિરૂપ છે. વીતરાગજ્ઞાન નિર્વિકલ્પ છે. તેથી તેમાં અખંડિતતા અને અક્રમિકતા છે. રાગાદિભાવોવાળું જ્ઞાન વિકલ્પાત્મક છે. ક્રમિક છે. ખંડિત છે.
દસમા ગુણસ્થાનકને અંતે વીતરાગતા આવવાથી ક્ષપક શ્રેણિએ બારમું ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય બને અંતરાયકર્મ સહજે નાશ પામે છે. એથી સાધકનો અંતરંગ પુરુષાર્થ માત્ર દસમા સુધી રહે છે. બારમા ગુણસ્થાનકને અંતે જ્ઞાન નિરાવરણ બને છે તે જ સમયે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. માટે સહજ વિતરાગતા પ્રાપ્ત કરવી તે સર્વ સાધનાનું લક્ષ્ય હોવું જોઈએ.
કેવળજ્ઞાન આત્માનો નિજગુણ છે. છતાં આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપે ચિંતનમાં લેવો જોઈએ. આત્મજ્ઞાનના ત્રણ વિશેષણો છે.
૧. નિર્વિકલ્પ = અક્રમિક અને અખંડ છે. ૨. સર્વજ્ઞતા = જગતનું સ્વરૂપ યુગપદું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org