________________
જૈનદર્શનમાં સતુની વ્યાખ્યા
૧૯૭
નથી તે પ્રકાશ્ય નથી, પર પ્રકાશ્ય છે. અરૂપી ચૈતન્ય દ્રવ્ય સ્વ-પર પ્રકાશક હોવાથી સ્વ-પરને જાણે છે.
ઉત્પાદત્રય જ્ઞેય પદાર્થોમાં ભલે થાય. સંસારી જીવના કર્તાભોક્તાભાવમાં ઉત્પાદ વ્યય સિદ્ધ ભલે કરો, કારણ કે તે બદલાતી અવસ્થાઓ છે. પરંતુ આત્માના સિદ્ધપણામાં ઉત્પાદવ્યય ઘટી નહિ શકે. સાવરણ દશા નિરાવરણપણે પ્રગટ થઈ છે. દ્રવ્ય માત્રમાં ઉત્પાદત્રય છે તે ન્યાય કાળસાપેક્ષ છે, પ્રથમ સમયનો જ્ઞાન ઉપયોગ બીજે સમયે નથી હોતો તેથી તેમ કહ્યું છે.
ઉત્પાદયની ક્ષણિકતામાં જેને વૈરાગ્યવૃત્તિ થાય છે તે ધ્રૌવ્યતત્ત્વઆત્મતત્ત્વના અવિનાશીપણાને પામશે. તેનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ સ્વભાવ પ્રત્યે છે.
ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ત્રણે દ્રવ્યમાં પ્રતિ સમયે ચાલુ છે. ઉત્પાદ કાળે વ્યય અને વ્યયકાળ ઉત્પાદ સમકાલીન હોય અને ઉભયમાં દ્રવ્યની ધ્રૌવતા ત્યારે જ હોય છે. રૂપી પદાર્થોનું ઉત્પાદ વ્યય એકદેશીપણું છે, તે અપૂર્ણરૂપ
અરૂપી પદાર્થોમાં ઉત્પાદત્રય અગુરુલઘુ ગુણમાં લાગુ પડે છે. તેનું નાનામાં નાનું ક્ષેત્ર એક પ્રદેશ છે. જેને છબસ્થ કે મન પર્યવ જ્ઞાની પણ જોઈ શકતા નથી, કેવળીગમ્ય તે પદાર્થ છે. છપ્રસ્થ પ્રદેશોના સમૂહન્કંધને જોઈ શકે છે. પુદ્ગલના વર્ણ અને આકારને જોઈ શકે છે. એવા પદાર્થોમાં ઈષ્ટનિષ્ટપણું કરવું તે દર્શનમોહ છે, દૃષ્ટિનો વિકાર છે.
એક કાર્ય થવામાં કેટલીયે પર્યાયોની પરંપરા પ્રતિક્ષણે ચાલે છે. પદાર્થોમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. તેને સમય - કાળ કહે છે. આથી વ્યવહાર ચલાવવા કાળ દ્રવ્ય ઉપચરિત છે. પ્રતિ સમય ઉત્પાદ વ્યય એ પર્યાયની સૂક્ષ્મતા છે. ત્યાં કાલ મનાયો છે. જો પદાર્થોમાં પ્રતિ સમય ઉત્પાદવ્યય નથી તો કાળ નથી. આત્માના પ્રદેશો અસંખ્ય છે. તેમાં હાનિવૃદ્ધિ ન થાય તેથી અખંડિત છે. વિભાગ પડતા નથી તે સંલગ્નપણે અખંડિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org