________________
૧૯૬
સ્વરૂપસાધનાનાં સોપાન જ્ઞાનનું આવરણ ઘટે છે. જ્ઞાનના ક્ષયોપશમ વડે થતાં મમત્વાદિ મંદ થાય છે. સંયોગ-વિયોગાદિ કે સર્જન-વિસર્જન, જન્મ-મરણાદિમાં આકુળ ન થતાં તે તે અવસ્થાઓના પરિવર્તનને જાણવા કે સ્વીકારવાથી જ્ઞાતા - દ્રષ્ટાભાવ ટકશે. સંયોગાદિનો કર્તા-ભોક્તા ભાવ દૂર થશે.
અગુરુલઘુ આદિ પર્યાય જે ષટ્ટણ હાનિવૃદ્ધિરૂપ છે. તે પાંચે અસ્તિકામાં છે. અને તે રીતે પાંચે દ્રવ્યો ઉત્પાદ-વ્યયરૂપ છે. પરંતુ તેમાં જીવને કર્તાભોક્તાભાવ થતો નથી. પરંતુ સૂક્ષ્મ અને સ્થૂલ પુદ્ગલના પર્યાયોમાં સંસારી જીવોને કર્તાભોક્તાભાવ થાય છે, રાગદ્વેષ થાય છે. તેને દૂર કરવા વૈરાગ્ય કેળવવાનો છે.
કર્મબંધ અને નિર્જરા ઉત્પાદવ્યયરૂપ છે. સંસારી જીવને તે લાગુ પડે છે તેથી સંસારી જીવોમાં કંઈને કંઈ પરિવર્તન થયા કરે છે. સિદ્ધ પરમાત્મા નિરાવરણ છે, તથા અરૂપી દ્રવ્યોમાં પણ પુગલની જેમ કંઈ પરિવર્તન થતું નથી. તેથી પુગલની જેમ ઉત્પાદ વ્યય નથી, છે તે પણ દ્રવ્ય સાપેક્ષ છે.
પુદ્ગલ કે પર દ્રવ્યના સંયોગ-વિયોગમાં જીવને જે આત્મબુદ્ધિ છે તે આત્મસ્વરૂપના આનંદને વેચવા દેતી નથી. ત્યાં પૌગલિક ભાવ બાધક થાય છે. અજ્ઞાન અને મોહથી પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ કરીને પુણ્ય-પાપરૂપ સદોષ સંબંધ કરવાથી કર્મબંધ થાય છે. તેથી કાયિક અને માનસિક સુખદુઃખ થયા કરે છે. પુગલદ્રવ્યો સજાતિથી અને વિજાતિથી સંસારી જીવને નૈમિત્તિક સંબંધવાળા છે. પુદ્ગલદ્રવ્ય મૂળ પરમાણુ પણે અવિનાશી છે, પરંતુ સંઘાત ભેદને કારણે વિનાશી છે. ઉત્પાદ વ્યય દ્રવ્યના પ્રદેશ પિંડના આધારે થાય છે. પરંતુ દ્રવ્યના સહભાવી ગુણમાં ઉત્પાદ વ્યય નથી. તેનું વ્યક્ત થવું તે દ્રવ્યની પર્યાય છે. તેમાં ઉત્પાદ વ્યય હોય છે. .
કર્તાભોક્તાભાવની અપેક્ષાએ પર્યાયનો આધાર દ્રવ્ય છે. તેમાં અનુભવ, ભોગ, સુખ, દુઃખ આદિ પર્યાય | અવસ્થાઓ છે.
જડ એવા પુદ્ગલદ્રવ્યમાં જે ઉત્પાદ વ્યય થાય છે. તે પુગલ જાણતું નથી. ધર્મ-અધર્મ જેવા અરૂપી દ્રવ્યોના ઉત્પાદ વ્યય પણ તે દ્રવ્યો જાણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org